નિત્યાનંદ મામલે જેમ જેમ દિવસો વધે છે તેમ તેમ બધું સ્પષ્ટ થતું જાય છે. ત્યારે આજે જણાવા મળ્યું છે કે નિત્યાનંદ મામલે અમદાવાદ ના નામચીન લોકો જોડાયેલ છે. અમદાવાદના હાથી જણમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાં યુવતી ગુમ થવાના મામલામાં રોજે રોજ નવા નવા ભેદ ખુલી રહ્યા છે. ત્યારે પોલીસે માટે ખાસ SITની રચના કરી છે.
જેમાં મહિલાઓ પણ સામેલ છે. દિલ્હી પબ્લિક સ્કૂલ ની બસ અને કેમ્પસનો આશ્રમમાં થતી પ્રવૃત્તિઓમાં ઉપયોગ થતો હતો એટલુ જ નહીં પરંતુ આસપાસની સોસાયટીમાં પણ ફ્લેટ રખાયા હતા. આ અંગે કડક તપાસ થઈ રહી છે. ત્યારે નિત્યાનંદ નું કૌભાંડ હવે ખુલી જવાનું છે. જોકે નિત્યાનંદ આ અંગે કોઈ પકન વાતે હાથ મુકવા દેતો નથી.
વધુ માં એ પણ જાણવા મળ્યું હતું કે નિત્યાનંદ એ કેવી રીતે આશ્રમની જગ્યા લીધી હતી. કઈ રીતે તેનો સોદો થયો હતો તે બધું સામે આવ્યું હતું. અમદાવાદના હાથીજણમાં આવેલા નિત્યાનંદ આશ્રમ યુવતી ગુમ થવાને મામલે પોલીસે 2 બાળકોને લઈ આશ્રમમાં તપાસ કરી હતી.
ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પૂછપરછ કરવામાં આવી હતી પોલીસે આ અંગે સહેજ પણ ઢીલુ મુકવા તૈયાર નથી. વળી આશ્રમ સાથે શહેરના કેટલાક મોટા માથા સંકળાયેલા હોવાનું પણ સ્થાનિકો દ્વારા કહેવાઈ રહ્યુ છે. આસપાસ ના લોકો નું કહેવું છે કે અમદાવાદ ના નામચીન લોકો આ બધું જાણતાં હતાં આ લોકોનું અને નિત્યાનંદ નું આખું સડયંત્ર જ હતું.
તપાસ કરવા માટે પોલીસ દ્વારા ખાસ મિશન બનવવા માં આવ્યું હતું.જેના અંતર્ગત બધી ખબર પડી હતી.પોલીસે તપાસ માટે સ્પેશ્યલ સીટની રચના કરવા પોલીસે તપાસ માટે SITની રચના કરી હતી.4 Dysp, 2 PI, 2 PSI, 2 જમાદાર, 1 કોન્સ્ટેબલની ટીમ હાજર રહી હતી.SITમાં મહિલા અધિકારી પણ સામેલ રહેશે.પોલીસ હાલ પુરાવા એકત્ર કરી રહી છે.વધુમાં વધુ પુરાવા મળતાં નિત્યાનંદ નાં બચવાના કોઈ ચાન્સ રેહશે નહીં.
દિલ્હી પબ્લિક સ્કૂલ અને નિત્યાનંદ ની મિલી ભગતે જ અહીં આશ્રમ ની સ્થાપના કરી દીધી હોવાનું સામે આવ્યું છે. જાણ વિના સ્કૂલે આશ્રમને જગ્યા ફાળવી છે. સ્કૂલ સંચાલકો પ્રિન્સિપાલ સામે કાર્યવાહી થશે. પુષ્પક સિટીમાં મકાન ભાડે આપવા સામે કાર્યવાહી પુષ્પક સિટીમાં મકાન ભાડે આપનાર સામે પણ પોલીસ કાર્યવાહી થશે.
3 મકાન આપ્યાની પોલીસને જાણ નહોતી કરાઇ. અમન ઇન્ડિયા કોલોનીમાં પણ તપાસ થશે. સ્થાનિકોના આક્ષેપના પગલે તપાસ કરવામાં આવશે. હજી પણ આ મામલે વધું ને વધુ નવા દરવાજા ખુલી રહ્યાં છે. ત્યારે હવે નિત્યાનંદ નું બચવું ના મુશ્કિલ છે.