ગુજરાતમાં કમોસમી વરસાદ એ ખેડૂતો ને રડાવી દીધા હતા.ત્યારે એક બાજુ વાવાઝોડું અને એક બાજુ ખેડૂતો ના પાક જે પલળી રહ્યાં હતાં. સૌરાષ્ટ્રમાં એક બે અહીં પરંતુ સતત ત્રણ ત્રણ વાર ખેડૂતો ના પાક પાણી માં તરતાં થઈ ગયાં હતાં.આ બધું જોઈ ને પણ સરકાર નું ધ્યાન તો જાણે કંઈક બીજી જ જગ્યાએ હોય તેમ સરકારે આની પર કઈ વાત જ ન કરી હતી.
ઘણી અરજીઓ અને ઘણાં ખેડૂતો પ્રતાપે અંતે સરકાર હવે ખેડૂતો માટે સારા સમાચાર લાઇ ને આવી છે.આ વર્ષે ખેડૂતો લીલા દુષ્કાળની રાડો પાડી રાજ્ય સરકાર તરફ આશાની ઉમ્મીદ માંગી રહ્યાં છે.વીમેદાર ખેડૂતો યોગ્ય ચુકવણાંની તો બિનવીમેદાર ખેડૂતો વળતર-સહાયની અપેક્ષા રાખી રહ્યા છે.પરંતુ એમની આશા ફળીભૂત થાય તેવા કોઇ આસાર નથી.
કેમ કે કુલ વાવેતર વિસ્તાર પૈકી સરકારી ચોપડે માત્ર 30 ટકા જેટલાં જ વિમેદાર ખેડૂતોને નુકસાન થયું હોવાનું ચિત્ર ઊપસ્યું છે.જ્યારે બિનવીમેદાર ખેડૂતોને નુકસાનીનો આંકડો ત્રણ સરવેમાં કેવળ રૃ. 150 કરોડનો જ છે અને હવે દિવાળી સમયે કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો છેલ્લો ચોથો તબક્કાનો સરવે હજી પ્રગતિમાં છે.
ત્યારે હવે સરકાર નું કહેવું છે કવ અમે અમારો પૂરતો પ્રયાસ કરી શું અને વીમાં વાળા અને વીમા વગર ના ખેડૂતો ને સરકાર તરફથી પૂરતી સહાય આપીશું.ખેડૂતો ના નુકશાન નું યોગ્ય વળતર અમે ચૂકવીશું. જો આખા ગુજરાત ની વાત કરવામાં આવે તો પાક વીમા વાળા ખેડૂતો ની સંખ્યા ૧૨.૬૫ની આસપાસ છે.
રાજ્યમાં ખરીફ પાક માં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ૧૨ લાખ ની આસપાસ ખેડૂતોએ તેમના ૨૫ લાખ જેટલાં હેક્ટરમાં થયેલા વાવેતર માટે વીમો લીધો છે.જેમાં મગફળીમાં ૭.૦૦ લાખ અમે કપાસ પિયતમાં ૪.૦૦લાખ, ડાંગર પિયતમાં ૯૪૦૦૦ બિનપિયત કપાસમાં ૪૪ લાખ મકાઇમાં ૩૪ હજાર બાજરીમાં ૩૧ હજાર અને દિવેલામાં ૨૭ હજાર અરજદારો એ અરજી કરી હતી.
જેમાં સૌથી વધુ અરજદારો સૌરાષ્ટ્ર ના છે.એકલાં રાજકોટનાં ૨.૦૦ લાખ અરજદારો અરજી કરી છે.હવે સરકારે એ પણ કહ્યું છે કે પાક વીમા વાળા ખેડૂતો ને તો તેમનું વળતર મળશે જ પરંતુ પાકવીમાં વગર ના ખેડૂતો ને પણ હવે સરકાર દ્વારા યોગ્ય સહાય આપવામાં આવશે.જેથી કરી ને ખેડૂતો ને થયેલ પાક નુકશાન વળી રહે.