શું તમે ક્યારેય બે હાથ વગર સાયકલ ચલાવવાની કલ્પના કરી શકો છો તમારો જવાબ ના હશે પરંતુ આ દેશમાં એક એવો સાયકલિસ્ટ પણ છે જેનો બંને હાથ નથી.તેમ છતાં તે ચેમ્પિયન બની ગયો છે.
જી હા પંજાબના પટિયાલામાં એક નાનકડા ગામમાં રહેતા જગવિન્દરસિંહે જેને એવો કારણામો કર્યો છે જેને જોઈને આશ્ચર્ય થશે.જગવિન્દરના હાથ જન્મથી નથી પણ તેમની આ શારીરિક મુશ્કેલીઓ તેમના સાઈકલ ના માર્ગે નતી આવ્યી તે ઝડપી સાઈકલ ચલાવાનું નહિ પણ તેમને ઘણા સાયકલ ચેમ્પિયન્સને તકકર પણ આપી છે.
વગર હાથે માત્ર સાયકલ નથી ચલાવતા પણ તેવો અન્ય કામ પણ કરે જેમકે મોબાઈલ લેપટોપ જેવા ગેજેટ્સ નો ઉપયોગ કરવા માટે તે કોઈની મદદ નથી લેતા પોતાના જાતેજ કરે છે.આટલું જ નહીં તેઓ પેટિંગ પણ કરે છે તેવો કોઈ દિવસ હાથની કમીને તે મેહસુંસ નથી કરતા.
રિપોર્ટ મુજબ જગવિન્દરનો જન્મ થયો ત્યારે તેના માતાપિતા ચિંતિત હતા તે વિચારતા હતા કે જગવિંદરની જિંદગી કેવીરીતે જશે પરંતુ જેમ જેમ જગવિન્દર મોટો થતો ગયો એમ તેને શારીરિક મુશ્કેલીઓ ને પાછળ છોડી દીધી.
એક આંકડા મુજબ દેશમાં શારીરિક મુશ્કેલીઓ નો સામનો કરતા લોકોની સંખ્યા 2.68 કરોડ છે અને દેશની કુલ વસ્તી 2.21 ટકા છે.આ વામાં જગવિન્દર તે લોકો માટે એક મિસાલ તરીકે ઉભરી આવ્યો છે જે શારીરિક મુશ્કેલીઓ થી સાથે સંકળાયેલા છે.