મહારાષ્ટ્રનાં રાજકારણ માં હવે નવો વળાંક આવ્યો છે અને આ મુજબ હવે સૂત્રો કહી રહ્યા છે કે NCP અને ભાજપ સરકાર બનાવશે તેમલગી રહ્યું છે.આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શરદ પવાર ની મુલાકાત થઈ હતી જેથી હવે કાઈ નવું થઈ શકે તેમ લાગી રહ્યું છે. છેલ્લાં કેટલાંક દિવસથી મુખ્યમંત્રી પદને લઇ રાજકીય વિવાદ વકર્યો છે. આ બધાની વચ્ચે શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. ત્યારે લોકોનું કહેવું છે કે હવે આબે પાર્ટીઓ મહારાષ્ટ્ર માં ગઠબંધન કરી લેશે. પરંતુ બંને દ્વારા એવા કોઈ ખાસ સંકેત મળ્યા નથી.
જોકે લોકોએ એ વાત કરી દીધી છે કે હવે મહારાષ્ટ્ર માં NCP અને ભાજપા બંને સરકાર રચી શકે. જેનું કારણ આ મુલાકાત છે. હવે એક ચર્ચા એ પણ છે કે મહારાષ્ટ્રમાં એનસીપી અને ભાજપની સરકાર બની શકે છે અને તેની અવેજમાં કેન્દ્રમાં શરદ પવારની પાર્ટીને ત્રણ અગત્યના મંત્રાલય મળી શકે છે. એટલું જ નહીં તેનાથી પણ આગળ એક એવી ચર્ચા છે કે 2022 માટે રાષ્ટ્રપતિ પદની પણ ઓફર કરી શકે છે.
બંનેની વચ્ચે મહારાષ્ટ્રમાં ખેડૂતોની સમસ્યાને લઇ વાતચીત થઇ છે. આમ તો પવારે મહારાષ્ટ્રના ખેડૂતોના મુદ્દા પર પીએમ સાથે મુલાકાત કરી છે. પરંતુ વધુ માં તેમને વડા પ્રધાન ને પના વિશે કહ્યું હતું. જોકે હવે મહારાષ્ટ્ર માં સરકાર ને લઈને લાગી રહ્યું છે કે શરદ પવાર ની NCP અને ભાજપ નું ગઠબંધન થઈ શકે છે.
નરેન્દ્ર મોદી સાથે ની આ મુલાકાત માં મોદી એ NCP ના ઘણા વખાણ કર્યા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે હવે એ નક્કી થઈ ગયું છે કે ભાજપ અને NCP સરકાર રચી શકે છે. રાજ્યમાં ચાલી રહેલ સરકારની રચનાની કવાયદ સાથે જોડીને જોઇ રહ્યા છે. આપને જણાવી દઇએ કે પીએમે દિવસ પહેલાં જ રાજ્યસભામાં એનસીપીના વખાણ કરી બધાને ચોંકાવી દીધા હતા.
પીએમ મોદીએ રાજ્યસભામાં એનસીપીના અનુશાસનના વખાણ કર્યા ત્યારથી રાજકીય ગલિયારામાં નવા સમીકરણને લઇ ચર્ચા તેજ થઇ ગઇ. હવે પીએમ મોદી અને પવારની મુલાકાત બાદ એ ચર્ચા પર જોર છે કે મહારાષ્ટ્રમાં નવા સમીકરણ બની શકે છે અને શકય છે કે એનસીપી ભાજપ મળીને સરકાર બનાવી શકે છે. ત્યારે એક બાજુ શિવસેના એ જોર પકડ્યું છે તેઓ પણ સરકાર રચી શકે છે. હાલમાં કોઈ વાત એ સચોટતા થઈ નથી. પરંતુ લોકો નું કહેવું છે કે ભાજપ અમે NCP નું ગઠબંધન થઈ શકે છે.
આ મામલે શિવસેના એ પણ પોતાની જબાની આપી હતી. જેમાં તેઓએ આવાત ને અવગણી હતી. પરંતુ મુલાકાત પેહલાં ની વાત પણ રસપ્રદ છે. બીજી બાજુ મુલાકાત પહેલાં શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે અમે પણ શરદ પવારને અનુરોધ કર્યો હતો કે તેઓ રાજ્યની સ્થિતિ અંગે પીએમને માહિતી આપે. મહારાષ્ટ્રના તમામ સાંસદ પણ પીએમ મોદીને મળશે અને અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરીશું કે કેન્દ્ર તેમને વધુમાં વધુ શકય સહાયતા પ્રદાન કરે. જેથી કરીને ખેડૂતો ને પૂરતી સહાય મળી રહે. મહારાષ્ટ્ર માં હજી પણ ઘણા વળાંકો આવી શકે છે. હાલ સૌથી ગરમ મુદ્દો મહારાષ્ટ્ર નો છે.