એક ખુબજ સારું સમાજ સેવાનું કામ કરતું ગ્રૂપ સામે આવ્યું છે. જેઓ દ્વારા દીકરીઓ ના લગ્નપર ફ્રી માં શાકભાજી આપવામાં આવે છે. દીકરીના લગ્ન હોય એટલે પિતા સહિત પરિવારજનો પર અનેક જવાબદારી આવી જતી હોય છે. ત્યારે હવે આ જવાબદારી ને પોતાના પર લેનાર એક ગ્રુપ સામે આવ્યું છે. રાજકોટમાં સેવાભાવી યુવાનોએ ઝીક્સ ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપ નું કામ ખુબજ સારું હોવાથી વાયુ વેગે હાલમાં ફેલાઈ રહ્યું છે. દીકરી ના લગ્ન પર પિતાને માથા પરથી થોડુંક દુઃખ લેવાનું આ કામ ખુબજ સરસ છે.
આ યુવાનો દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું છે તેનાં ખુબજ વખાણ થઈ રહ્યા છે. આવું કામ આ યુવાનો દ્વારા સારી રીતે કરવામાં આવ્યું છે. આ ગ્રુપના યુવાનો જે પિતાને દીકરીના લગ્ન હોય તેના જમણવાર માટેનું શાકભાજી વિનામૂલ્યે તેના ઘરે પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. આ ગ્રુપનો હેતુ દીકરીના પિતાની જવાબદારીને ઓછી કરવાનો છે.
આ ગ્રુપના સભ્યોને વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ મારફત સંપર્ક કરી કંકોત્રી મોકલવાની રહેશે. કંકોત્રી મળતા જ આ ગ્રુપના યુવાનો જમણવાર માટે શાકભાજી તેમના ઘરે પહોંચાડી દે છે અને તે પણ સાવ ફ્રીમાં. આ ગ્રુપના મોહિતભાઇએ આ અંગે સંપૂર્ણ માહિતી આપી હતી.ત્યારે આવાત ખુબજ સારી કેહવાઈ કડયુગ માં પણ આવા લોકો સામે આવ્યા છે.
અહીં કેહવાઈ છે કે આ યુવાનો ગુજરાત માંજ નહીં પરંતુ અન્ય જગ્યાએ પણ સેવા આપી રહ્યા છે.રાજકોટનું ઝીક્સ ગ્રુપના યુવાનોએ એક નવો વિચાર કરી નવી સેવા શરૂ કરવા નિર્ણય કર્યો છે.રાજકોટ શહેર ઉપરાંત સમગ્ર રાજ્ય અને મુંબઈમાં દીકરીના લગ્ન હોય તો આ સમયે તેમના લગ્ન સ્થળ સુધી નિશુલ્ક શાકભાજી પહોચાડવા નક્કી કર્યું છે.
ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ મારફત સંપર્ક કરી દીકરીના લગ્નની કંકોત્રીનો ફોટો અને શાકભાજીનું લિસ્ટ એક મહિના અગાઉ મોકલી આપનારને સેવા આપવામાં ઝીક્સ ગ્રુપ દ્વારા નિણર્ય કરવામાં આવ્યો છે.જે પિતા આ સેવાનો લાભ લેવા માંગતા હોય તેઓ એ એક મહિના અગાવ આગ્રુપ માં પોતાનું નામ લખાવી કંકોત્રી મોકલવાની રેહશે.જેથી યુવાનો વહેલી તકે સેવા આપી શકે.જો તમે પણ એક પિતા છો અને આ સેવાનો લાભ લેવા માંગો છો તો તમે આ નિયમ પ્રમાણે અનુસરી શકો છો.