દિવાળી આવતા જ દેશનો દરેક કર્મચારી વિચારે છે કે, કાશ! તેમના બોસ પણ સવજીભાઈ ધોળકિયા જેવા હોત. સુરતના જાણીતા હીરા વેપારી સવજીભાઈ 3-4 હજાર કરોડ રૂપિયાથી વધારેનો હીરા બિઝનેસ સંભાળે છે. સવજીભાઈ ‘હરે ક્રિષ્ના પ્રાઈવેટ લિમિટેડ કંપની’ના ચેરમેન છે, હાલમાં જ તેમણે દિવાળી બોનસમાં 600 કર્મચારીઓને કાર ગિફ્ટ કરી. તમે પણ જાણવા ઈચ્છતા હશો કે આટલા ધનિક વ્યક્તિના બાળકોની લાઈફસ્ટાઈલ કેવી હશે. તો ચાલો જાણીએ સવજીભાઈના દીકરા દ્રવ્ય ધોળકીયા વિશે…
ઈન્સ્ટાગ્રામ પર 24 હજારથી વધારે ફોલોઅર્સ
દ્રવ્ય ધોળકીયા ઈન્સ્ટાગ્રામ પર ઘણો ઓછો એક્ટિવ છે. અત્યાર સુધીમાં તેણે 31 પોસ્ટ્સ શેર કરી છે અને તેના 24 હજારથી વધારે ફોલોઅર્સ છે. આ તસવીરો તેની લાઈફસ્ટાઈલની ઝલક દર્શાવે છે. તસવીરો જોઈને લાગે છે કે દ્રવ્ય રોમાંચનો ઘણો શોખીન છે.
ન્યૂયોર્કમાં રહીને MBAનો અભ્યાસ કર્યો
દ્રવ્ય ધોળકીયાએ ન્યૂયોર્કની ‘પેસ યુનિવર્સિટી’થી MBAનો અભ્યાસ કર્યો છે. ખૂબ જ ધનિક ઘરનો હોવા છતાં તે જમીન સાથે જોડાયેલો વ્યક્તિ છે.
MBA કમ્પલેટ થયા બાદ દ્રવ્ય ન્યૂયોર્કથી જ્યારે સુરત પાછો આવ્યો, તો તેમના પિતાએ તેને ફેમિલી બિઝનેસમાં શામેલ કરતા પહેલા ફ્રેશરની જેમ જોબ કરવા માટે કહ્યું હતું.
બીપીઓમાં કરી હતી પહેલી નોકરી
દ્રવ્યની પહેલી નોકરી એક કોલ સેન્ટરમાં હતી, જેનું કામ અમેરિકન કંપનીને સોલર પેનલ વેચવાનું હતું. પરંતુ તેણે અઠવાડિયામાં જ પગાર લીધા વિના જ નોકરી છોડી દીધી. આવું તેણે પોતાના પિતાની શરતના આધારે કર્યું હતું.
એક સમયે હતો જૂતા ખરીદવાનો શોખ
એક ઈન્ટરવ્યૂમાં દ્રવ્ય કહે જણાવે છે કે, તેને જૂતા ખરીદવાનો શોખ હતો, પરંતુ પિતાની ટ્રેનિંગ બાદ તેને આ બધુ ખૂબ જ નકામું લાગવા લાગ્યું. દ્રવ્યને હવે એવું લાગે છે કે તેના બધા શોખ બેકાર છે.
જ્યારે દીકરાને મોકલ્યો હતો વનવાસ પર
એક એવો સમય હતો જ્યારે પિતા સવજી ધોળકીયાએ દીકરા દ્રવ્ય ઢોળકીયાને એક મહિના સુધી સાધારણ જીવન જીવવા અને સાધારણ નોકરી કરવા માટે કહ્યું હતું. તેણે 3 જોડી કપડાં અને કુલ 7000 રૂપિયામાં કોચ્ચીમાં એક મહિનો પસાર કર્યો. આ દરમિયાન પિતાએ તેને દરેક અઠવાડિયે નવી નોકરી કરવાની શરત મૂકી હતી. આ વિશે સવજીભાઈ કહે છે, ‘હું ઈચ્છતો હતો કે તે જિંદગીને સમજે અને જુએ કે ગરીબ લોકો કેવી રીતે નોકરી અને પૈસા કમાવવા માટે સંધર્ષ કરે છે. કોઈપણ યુનિવર્સિટી તમને જિંદગીની આ બાબતો નહીં શીખવાડી શકે. આ માત્ર જિંદગીના અનુભવો દ્વારા જ શીખી શકાય છે.’