દેશમાં અનેક યુવાનો અને યુવતીઓ લેફ્ટનન્ટમાં જોડાઈને દેશની સેવા કરતા હોય છે પરંતુ ઘણી વખત તો દેશની સેવા કરતા શહીદ થઇ જાય છે, તે સાંભળીને આપણને ઘણું દુઃખ થાય છે. જ્યારે આજે એવો જ એક કિસ્સો રાજસ્થાનની એક દીકરી સાથે થયો છે. આ મહિલાનું નામની વાત કરવામાં આવે તો તેનું નામ કિરણ હતું. જ્યારે આ સેનાની મહિલાના પિતાનું નામ વિજેન્દ્ર સિંહ શેખાવત હતું અને તે લેફ્ટનન્ટ પણ હતા.
જ્યારે આ મહિલાનો પરિવાર રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના સેફ્રગુવાર ગામમાં વસવાટ કરતો હતો. વિજેન્દ્ર સિંહ શેખાવતએ તેમની દીકરીનું નામ કિરણ રાખ્યું હતું કેમકે કે તે એક લેફ્ટનન્ટ પણ હતા. કિરણે તેનો પ્રારંભિક શિક્ષણ કેન્દ્રીય વિદ્યાલય વિશાખાપટ્ટનમમાંથી પૂર્ણ કર્યો તો અને વિજ્ઞાન વિષય સાથે તેના ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ કિરણે પણ તેના પિતાની જેમ નેવીમાં જોડાવાનો નિર્ણય લઇ લીધો હતો.
ત્યાર બાદ કિરણએ સખ્ત મહેનત કરી અને તેની નેવીમાં લેફ્ટિનેટ તરીકે પસંદગી થઈ ગઈ હતી. તેના પછી કિરણે તેના લગ્ન વિવેક સિંહ સાથે કરી લીધા હતા, જ્યારે વિવેક પણ એક નાવિક હતા અને તેના પિતા પણ લેફ્ટનન્ટ નેવીમાં ફરજ બજાવી હતી. ત્યારબાદ કિરણ 24 માર્ચ ના રોજ તેમની ફરજ પુરી કરીને પરત ફરી રહી હતી ત્યારે અચાનક જ વિમાન દુર્ઘટનામાં તેનું અવસાન થઈ ગયું હતું. ત્યારબાદ કિરણના પાર્થિવદેહને 29 માર્ચના રોજ તેના ઘરે લવાયો હતો.
નોંધનીય છે કે, કિરણનો પાર્થિવ દેહ તેના સાસરે કુરથલા ગામમાં લવાયો હતો. કિરણની માત્ર ૨૨ વર્ષની ઉંમરમાં જ નેવીમાં ભરતી થઇ ગઈ હતી અને તે ફરજ પર શહીદ થનારી પ્રથમ ભારતીય મહિલા સૈનિક પણ બની હતી. કિરણના પાર્થિવદેહને જોઈને દરેક લોકોની આંખોમાં પાણી આવી ગયા હતા. કિરણના પર્થિવદેહને ગામના અને પરિવારના લોકો દ્વારા ભેગા થઈને અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.