સૌથી ભારે પનોતી શનિ ની ગણાઈ છે. આ પનોતી ઉતરતા સાડા સાત વર્ષ લાગે છે પણ કોઈ દિવસ તમે જાણ્યું કે કેમ પનોતી આ સૌથી ભારે પનોતી કેમ ઉતરતા વાર લાગે છે એ આજે જાણીયે.
નવગ્રહમાં શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. શનિનું નામ સાંભળતા જ લોકોના મનમાં ભય ઉત્પન્ન થઈ જાય છે. શનિની સાડાસાતીન પનોતી આવતાં જ વ્યક્તિના જીવનમાં ઉથલપાથલનો પ્રારંભ થઈ જાય છે. એક માન્યતા અનુસાર શનિની સાડાસાતીની પનોતી ભારે કષ્ટ આપનાર હોય છે.
શનિ ધીમેથી ચાલે છે કારણકે તેમના એક પગમાં પીડા છે. શનિ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. ધીમી ગતિથી ચાલવાના કારણે જ તેને શનૈશ્વર પણ કહેવાય છે. જોકે, શું તમે જાણો છો કે શનિદેવના એક પગમાં પીડા શા માટે છે. પ્રાચીન કાળમાં એક મુનિ જેનું નામ પિપ્પલાદ હતું. તેમના પિતા પર જ્યારે શનિની સાડાસાતી આવી ત્યારે તેમનું અવસાન થયું. જ્યારે આ વાતની જાણ પિપ્પલાદ મુનિને થઈ ત્યારે તેમણે બ્રહ્મદંડનું ધ્યાન ધરીને શનિદેવ પર પ્રહાર કર્યો હતો.
શનિદેવને જ્યારે પિપ્પલાદ ઋષિ અને બ્રહ્મદંડ વિશે જાણ થઈ ત્યારે ત્રણે લોકમાં શરણ લેવા માટે ગયા પરંતુ જ્યારે તેમને કોઈ શરણ ન મળી ત્યારે તેઓ ભગવાન શિવ પાસે ગયાં અને તેમને પોતાની સમસ્યા જણાવી. ભગવાન શિવે શનિદેવને પીપળાના વૃક્ષ પર છુપવાનું કહ્યું.
આ પછી ભગવાન શિવે પિપ્પલાદ ઋષિને સમજાવ્યાં કે તેઓ જે રીતે શનિદેવ પર ક્રોધ ઉતારી રહ્યાં છે. તે વ્યર્થ છે. શનિદેવ ન્યાયના દેવતાં હોવાના કારણે માત્ર તેમનું કર્તવ્ય નિભાવી રહ્યાં હતાં. ભગવાન શિવના સમજાવ્યા પછી પિપ્પલાદ ઋષિનો ગુસ્સો શાંત થયો.
જોકે, બ્રહ્મદંડ પરત ન ફરી શકે આથી શનિદેવના એક પગને નુકસાન પહોંચાડીને હંમેશ માટે ક્ષતિગ્રસ્ત કર્યો. પૌરાણીક કથાનુસાર તે દિવસથી શનિદેવ લંગડાઈને ચાલવા લાગ્યાં. શનિદેવને ભગવાન શિવે પીપળાના ઝાડની શરણ લેવાનું કહ્યું હતું. આથી શનિદેવે ભગવાન શિવને એ વચન આપ્યું કે સાડાસાતીમાં જે ભગવાન શિવ અને પીપળાની પૂજા કરશે તેમને ક્યારેય કષ્ટ નહિ પડે.