આમ તો હાલ લગ્નનો સામે ચાલી રહ્યો છે. ઘણા બધા લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ અનેક વિડિયો વાયરલ થતાં હોય છે. લગ્નમાં રીતિરિવાજો પ્રમાણે સાળીઓ જીજાજી સાથે મસ્તી કરતી હોય છે. લગ્નમાં સાળીઓ દ્વારા મોજડી ચોરવાનો એક વણલખ્યો નિયમ છે. જેને લઈને લગ્નનો માહોલ એકદમ અલગ બની જતો હોય છે.
આવો જ એક વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીઓમાં બતાવ્યા પ્રમાણે સાળીઓ જીજાજીની મોજડી ચોરવામાં નિષ્ફળ જાય છે. કન્યાની બહેનો પાસે કોઈ પ્લાન નથી. આથી ખુદ કન્યા જ તેને મોજડી ચોરવાનું પ્લાનિંગ કરી આપે છે. જે સાંભળીને તેની બહેનો ખુશ થઈ જાય છે. આ પ્લાન તમે વિડિયો માં જોઈ શકો છો.
View this post on Instagram
કન્યા તેની બહેનોને બોલાવીને પૂછે છે કે તમે વરરાજા ની મોજડી નથી લઈ શક્યા? તો હું તમને એક પ્લાનિંગ કરી આપું છે તેનાથી એ લોકો ફસાઈ જશે. આ પછી કન્યા એ તેની બહેનોને કહ્યું કે તમે વરરાજા ની મોજડીને બદલે તેમના પરિવારના સભ્યોના ચપ્પલ ઉઠાવી લો. આ સાંભળીને તેની બહેનો ખૂબ ખુશ થઈ ગઈ અને આ પ્રમાણે કરવા માટે દોડી ગઈ. આ વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.