ઘણા લોકોની સાથે એવી સમસ્યા થતી હોય છે, કે ઘણી વખત લીંબુ ફ્રીઝમાં રાખવાથી પડ્યા-પડ્યા સુકાઈ જતા હોય છે. આવું થવું નેચરલ છે અને આ ફક્ત તમારી સમસ્યા નથી, પરંતુ ઘણા લોકો સાથે આવું થતું હોય છે. ઘણી વખત આપણે લીંબુ ખરીદી તો લઈએ છીએ પરંતુ તેનો ઉપયોગ કરી શકતા નથી અને લીંબુ સુકાઈ જાય છે. વળી આપણે તેને નકામા સમજીને ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ આ સુકાયેલા લીંબુ નો પણ ઉપયોગ કરી શકાય છે.
સૂકાયેલ લીંબુ વાસ્તવમાં ડ્રાય લેમન પીલ પાવડર બનાવવામાં કામ આવી શકે છે. તેનો ફ્લેવર પણ થોડો અલગ અને ફરમેન્ટેડ હોય છે. સિંધાલૂણ મીઠાની સાથે સૂકાયેલ અથવા બ્રાઉન થયેલ લીંબુનો રસ લેવાથી ગળાની ખરાશ દુર થાય છે. અને તે પાચન શક્તિ પણ વધારે છે. સૂકાયેલ લીંબુમાં કેલ્શિયમ, આયરન, મેગનીઝ, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા મિનરલ્સ રહેલા છે. જે તમારા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે.
સ્કિન કેર માટે તમે લેમન પીલ પાવડર બનાવી રહ્યા છો તો સૂકાયેલ લીંબુથી પણ સરળતાથી બનાવી શકો છો. આ પાવડરનો ઉપયોગ ઘણા પ્રકારની સ્કીન કેર પેક્સમાં કરી શકો છો. તમે તેનાથી બોડી સ્ક્રબ પણ બનાવી શકો છો. તેમજ શિકંજીમાં મિક્સ કરીને પણ પીય શકો છો.
સુકાયેલ લીંબુ કચરાપેટીની સફાઈ માટે ખુબ જ ઉપયોગી છે. જો તમે લેમન પીલ પાવડર બનાવ્યો છે તો તે પણ ઉપયોગમાં લઈ શકો છો. આ સિવાય નોર્મલ લીંબુની છાલ અને બેકિંગ સોડાથી પણ કચરાપેટી સાફ કરી શકો છો. તેનાથી કચરાપેટીની બધી ચીકાશ જતી રહેશે અને કચરાપેટી સાફ થઈ જશે.
બ્લેન્ડર ની સફાઈ માટે પણ સુકાયેલા લીંબુનો ઉપયોગ કરી શકો છો. એક ચપટી બેકિંગ સોડાની સાથે તમે સુકાયેલા લીંબુના ટુકડા ને બ્લેન્ડરમાં ઘસો. તેમાં તમે બ્લેન્ડર ની સફાઈ ખુબ જ સારી રીતે કરી શકો છો. ભલે તમે ગમે તે બ્લેન્ડરમાં પીસેલું હોય તમે ઇચ્છો તો ત્યારબાદ નોર્મલ પાણી અથવા હુંફાળા પાણીથી સાબુથી સાફ કરી લો, જેથી તેમાં લીંબુ ની મેલ નીકળી જાય.
ચોપિંગ બોર્ડમાં આપણે દરરોજ ઘણા બધા કામ કરીએ છીએ અને તેની સફાઈ થવી પણ ખુબ જ જરૂરી છે. તમે તેની સફાઈ સુકાયેલા લીંબુથી કરી શકો છો. તમારે લીંબુને વચ્ચે થી કાપી લેવાનું છે અને ત્યાર બાદ તેનાથી ચોપિંગ બોર્ડને સાફ કરો.
સૂકાયેલ લીંબુને ફૂટ સ્ક્રબ માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. પહેલા તેને કાપીને પોતાના પગ અને હાડકાઓ પર ઘસો. તે તમારા પગને સારી રીતે સાફ કરી દે છે અને ચમક પણ આપે છે. આમ સૂકાયેલ લીંબુને ફેંકવા કરતા તેનો આ રીતે ઉપયોગ કરી શકાય છે.