આપણે ઘણીવાર ઘણા લોકોના ગળામાં તાવીજ કે માદળિયું પહેરેલું જોયું હોય છે આપણને વિચાર આવે છે કે લોકો શા માટે આવું કરતા હોય છે અને તેનાથી શું ફાયદા થાય છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે તાવીજ પહેરવાની સાચી રીત તેના ફાયદા અને તેનાથી શું નુક્શાન થાય છે. એવું માનવામાં આવે છે કે તાવીજ પહેરવાથી મુશ્કેલીઓ અને અનેક રોગોથી બચી શકાય છે.
કુદરતી અને શારીરિક જેવી આફતોમાંથી રક્ષણ મેળવવા માટે લોકો તાવીજ અને માદળિયું પહેરવામાં આવે છે. ઘણા લોકો ગળામાં અથવા તો હાથ ની બાજુ પર તાવીજ પહેરે છે. રોજિંદા જીવનમાં ઘણી વખત વારંવાર નુકસાન થતું હોય અથવા બીમારી રહેતી હોય તો લોકો તાવીજ અને માદળિયું પહેરે છે. તો ચાલો તમને જણાવીએ કે તાવીજ જ પહેરતી વખતે શું લાભ થાય છે. અને શું ધ્યાનમાં રાખવું જોઈએ.
તાવીજ કે માદળિયું પહેરીને ક્યારેય સ્નાન કરવું ન જોઈએ. કારણકે તાવીજ અને માદળિયું ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. અને સ્નાન કરતી વખતે શરીરમાંથી નીકળતા ગંદા પાણીથી તાવીજ અપવિત્ર થઇ જાય છે. અને તાવીજ અને માદળિયાં માંથી ઘણીવાર ખરાબ શક્તિ પણ બહાર આવી છે. અને જે આપણને જ નુકશાન થાય છે. આપણે તાવીજ પહેરવાનોમુખ્ય ધ્યેય શરીરમાંથી રોગ દૂર કરવા માટે અથવા તો નકારાત્મક શક્તિને અને બહાર કાઢવા માટે કરીએ છીએ.
પરંતુ ઘણીવાર સાચી માહિતીની જાણ ન હોવાને કારણે નકારાત્મક અસર થાય છે. આપણે ક્યારેય પણ તાવીજ કે માદળિયાં ને ગંદા હાથથી અડવું ના જોઈએ અને કોઈ બીજા વ્યક્તિ ને આપણું તાવીજ અડવા પણ ન દેવું જોઈએ. અને જો તાવીજ કે માદળિયું પહેરીને શરાબ અથવા તો કોઈ એવી અન્ય નશા વાળી વસ્તુ સેવન કરે તો શરીરમાં અને જીવનમાં ખૂબ જ કષ્ટ આપે છે. એવું માનવામાં આવે છે જે લોકો તાવીજ પહેરે છે તેના ઉપર સ્વયં દેવતાઓ ની કૃપા રહેતી હોય છે. દેવી-દેવતાઓના કૃપાને કારણે જ આપણે દરેક કામ સરળ થઈ જાય છે.
તાવીજ કે માદળિયું ખૂબ જ અસરકારક છે. તાવીજ પહેરવાથી ઘણી બધી સમસ્યાથી બચી શકાય છે. ઘણા લોકો તો માથા ઉપર રાખે છે અને જો કોઈની ખરાબ નજર પડી હોય તો પણ તાવીજ કે માદળિયું પહેરવામાં આવે છે. ભૂલ થી પણ બચવા માટે અથવા તો અચાનક સંકટ આવે તેના માટે પણ તાવીજ પહેરવામાં આવે છે. પરંતુ આ ખાસ બાબતોનું ધ્યાન રાખવું. નહીં તો તાવીજ અને નકારાત્મક અસર પણ થઈ શકે છે. ઘણીવાર લોકો ખૂબ જ મહેનત કરવા છતાં પણ સફળતા ન મળતી હોય, અથવા તો પૈસાની ખોટ હોય, વેપારમાં વારંવાર નુકસાન થતું હોય તો તેના માટે લોકો તાવીજ પહેરે છે.