આજે એક એવા જંગલની વાત કરીશું જેને લોકો ખૂની જંગલ પણ કહે છે અને સુસાઇડ પોઇન્ટ પણ કહે છે ત્યારે વાંચો આ જંગલ વિશે સ્ટોરી.
રહસ્યમયી છે ‘સુસાઈડ ફોરેસ્ટ’
જાપાનનું એકિગહારા જંગલ છે તો ખૂબ જ સુંદર પરંતુ જીવલેણ છે. અહી મોટી સંખ્યામાં આવીને લોકો પોતાનો જીવ ગુમાવે છે. જેને કારણે તેને ‘સુસાઈડ ફોરેસ્ટ’ કહેવામાં આવે છે. આ જંગલ જાપાનના ફૂજી પર્વતની તળેટીમાં 30 વર્ક કિ.મીના ક્ષેત્રમાં ફેલાયેલું છે. આવો જાણીએ કેટલીક રોચક વાતો.
એન્ટ્રી સરળ એક્ઝિટ મુશ્કેલ
ફૂજી પર્વતની તળેટીમાં સ્થિત એકિગહારામાં ઘટાદાર વૃક્ષોની માયાજાળ આવેલી છે. ગાઢ જંગલ અને પથરાળી જમીનની માટી એટલી સખત છે કે ત્યાં ખોદકામ પણ શક્ય નથી. આ જંગલમાં ભાગ્યે જ સૂરજની કિરણ પણ પહોંચે છે. અહિ જીપીએસ અને સેલફોન પણ કામ કરતાં નથી.
નથી હોતું કોઈ જાનવર
આ જંગલ ખૂબ જ ગાઢ છે અને જાનવરો માટે કંઈ જ ખાવા પીવાનું નથી હોતું. આ કારણે ત્યાં કોઈ જ જાનવર નથી હોતું. જંગલ ગાઢ હોવાના કારણે પક્ષીઓ પણ નથી હોતાં.
સૌથી વધુ આત્મહત્યા મામલે બીજા નંબર પરટ
ઝાડ અને બરફની ગુફાઓથી ફેમસ એકિગહારા આત્મહત્યા માટે બદનામ છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે દુનિયામાં આ બીજું સ્થાન એવું છે જ્યાં આત્મહત્યાનાં સૌથી વધારે મામલાઓ સામે આવે છે. પહેલા નંબર પર ગોલ્ડન ગેટ બ્રિજ છે. એવું માનવામાં આવે છેકે દર વર્ષે આશરે 100 લોકો આ જંગલમાં આત્મહત્યાં કરે છે.
પ્રેતનો પડછાયો
જાપાનની લોકકથાઓમાં એવું કહેવાય છે કે આ જંગલમાં ભૂત-પ્રેત રહે છે. આ કથાઓ અનુસાર ભૂત પીળી મહિલાઓના વેશમાં હોય છે. જેણે સફેદ ગાઉન પહેરેલું હોય છે. તેના લાંબા કાળા વાળ હોય છે. એવું માનવામાં આવે છે કે આત્મહત્યા કરનાર લોકોની આત્મા પોતાના પૂર્વજોની આત્માઓ સાથે ન રહી શકે. આ કારણે આત્માઓ આ જંગલમાં એકઠી થાય છે. (ફોટો: સાભાર Pinterest)
આવી છે દંતકથા
જાપાનમાં આ વિશે એક દંતકથા છે. જે અનુસાર જ્યારે દુકાળના સમયમા ભોજનનું સંકટ થતું હોય ત્યારે લોકોને પોતાના પરિવાર દ્વારા જંગલમાં મૂકી દેવામાં આવતાં હતાં. થોડા દિવસોમાં તેમનું ભૂખથી ટળવળીને અવસાન થતું હતું. એવું કહેવામાં આવા છે કે આ પછી તેમની આત્મા અહિ ભટકે છે. (ફોટોઃ આઈરિશ ટાઈમ્સ)
આવી રીતે આવ્યું ચર્ચામાં
એકિગહારામાં લોકો દશકોથી આત્મહત્યાં કરે છે. જોકે, આ વિશે 1950 માં જાણકારી મળી હતી. 1960 માં સીચો માત્સુમોતો નામના એક લેખકે કુરોઈ કાઈઝુ (બ્લેક સી ઓફ ટ્રીઝ) નામથી એક નવલકથા લખી હતી. જેનો અંત જંગલમાં બે પ્રેમીઓની આત્મહત્યા સાથે થાય છે. જે પછી આત્મહત્યાની ચર્ચા થવાની શરુ થઈ હતી.
જે પછી 1993 માં અન્ય એક ચર્ચિત પુસ્તક આવ્યું હતું જેનું નામ હતું. The Complete suicide manual જેમાં જંગલને મરવાનું સ્થાન જણાવવામાં આવ્યુ હતું. 2018 ની શરુઆતમાં યુ ટ્યૂબ સ્ટાર લોગન પોલે આ સ્થાનને પોતાના વીડિયોમાં બતાવ્યું હતું. વીડિયોમાં આત્મહત્યાના એક પીડિતને બતાવવામાં આવ્યો હતો. જેના ચહેરાને બ્લર કરવામાં આવ્યો હતો. આ વીડિયોને લઈ વિવાદ થયો હતો. જેથી જંગલ ફરી ચર્ચામાં આવ્યું હતું.