હાલમાં ગુજરાત રાજકારણ માં એકજ પાર્ટી ના બે નામ ખુબજ ઉછડી રહ્યાં છે.કોંગ્રેસ માંથી પક્ષ પલટો કરીને ભાજપ નો આશરો લેનાર કુંવરજી બાવડીયા ને આવતાની સાથેજ મંત્રી પદ મળતાં મામલો આખો ગરમાયો હતો.જેનાથી રાજકોટ જિલ્લા ભાજપ અને જસદણના સંગઠનમાં આંતરિક વિવાદ ચાલી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
ત્યારે કુંવરજી બાવળિયા અને ભરત બોઘરા વચ્ચેની ચકમકમાં હાઈકમાન્ડના આદેશને તાબે થઈને સબસલામતના દાવા કરી હમ સાથ સાથ હૈનો રાગ આલાપાઈ રહ્યો છે. કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારોને ઉંચા પદ સોંપાતા પાયાના કાર્યકરોએ ખટપટ શરૂ કરી દીધી છે. કુંવરજી બાવડીયા ને પદ સોંપતા ભાજપનાજ કાર્યકરો એ વિરોધ કર્યો હતો.જોકે વચ્ચે આ વિરોધ શાંત થઈ ગયો હતો. પરંતુ હવે પાછો આ વિવાદ ઉભરાયો છે.
ભરત ભોઘરા અને અન્ય લોકો નું કહેવું હતું. કે વગર ધારાસભ્ય બને કુંવરજી ને તૈયાર ડિશ પીરસી દેવામાં આવી છે. ત્યારે ભરત ભોઘરા અને બાવડીયા વચ્ચે જુથ વિવાદ સર્જાયો હતો. જસદણમાં ભાજપનો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કુંવરજી બાવળિયા અને ભરત બોઘરાના જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે બન્ને નેતાઓના જૂથ વચ્ચેના ઘર્ષણની વધુ એક ઘટના સામે આવી છે.
સોશિયલ મીડિયામાં બન્ને જૂથ વચ્ચે લડાઈ હજુ પણ ચાલુ છે. બોઘરાના જૂથ દ્વારા વોટ્સએપ ગ્રુપમાંથી કુંવરજીના સમર્થકોને રિમુવ કરવામાં આવ્યા છે. ટીમ બીજેપી જસદણના ગ્રુપમાંથી કુંવરજીના સમર્થકોને રિમુવ કરાયા છે. આ મામલે હવે ભરત બોઘરા મેદાને આવી હમ સાથ સાથ હૈનો સૂર રેલાવી રહ્યા છે. હાઇકમાન્ડ સામે દેખાડો કરવા બંને પક્ષ સાબિત કરે કરે છે કે અમે એકજ છીએ. જો કે સચ્ચાઈ શું છે તે દેખાઈ જ આવ્યું છે.
બંને જૂથો એક બીજા ના વર્ષો જુના દુશ્મન હોય તેવી રીતે રહે છે. બંને જૂથો દ્વારા એક બીજા ને રિમુવ કરી દેવતા વાત વાયુ વેગે ફેલાઈ ગઈ છે. આમ છતાં કહેવું છે કે કુંવરજી બાવળીયા અને અમારી વચ્ચે કોઈ મતભેદ નથી.કોઈ વિવાદ જ નથી તો ચર્ચા કરવાની કોઈ અવકાશ નથી. જવાબદાર વ્યક્તિ ક્યારે વિવાદ કરતા નથી.સોશિયલ મીડિયામાં લોકો પોતાના વિચાર રજૂ કરે છે.
લોકશાહીમાં કોઈ પણ પોતાના વિચાર રજૂ કરી શકે છે. કુંવરજી અમારા કેબિનેટ મંત્રી છે. તેમની સાથે વિવાદનો કોઈ પ્રશ્ન નથી. કુંવરજીભાઈ કેબિનેટમાં કામ કરે છે. અમે સંગઠનમાં કામ કરીએ છીએ. પરંતુ આબધું તો માત્ર હાઇકમાન્ડ ને બતવવા જ બોલાઈ છે હકીકત તો સોશિયલ મીડિયા માં તરતી થઈ ગઈ છે ત્યારે હવે આ મામલે બંને એક બીજાનું સારું બોલી રહ્યા છે પરંતું અંદરો અંદર વિવાદ ચાલી રહ્યા છે.