વધું એક વખત SBI પોતાનાં નવા નિયમ ને લઈને ચર્ચા માં આવી ગઈ છે.તો આવો જાણી લઈએ SBI ને ચર્ચામાં લાવનારા આ વિષય ની માહિતી.ભારત દેશની સૌથી મોટી બેંક એટલે એકજ નામ આવે ભારતીય સ્ટેટ બેંક.SBI અવારનવાર પોતાના ગ્રાહકોને ઘણા પ્રકારની સેવિંગ્સ સ્કીમ્સ આપતી રહે છે.SBIના અનેક સેવિંગ્સ સ્કીમ્સમાંથી એક છે એન્યુટી સ્કીમ.આ સ્કીમ્સ હેઠળ તમે એક વાર રોકાણ કરીને નિયમિત સમય માટે માસિક ઈન્કમ મેળવી શકો છો.એટલેકે હવે SBI માં માત્ર એકજ વખત રોકાણ કરો અને મહિના સુધી ઇન્કમ મેળવો.
આ નવા નિર્ણય થીજ ગ્રાહકો માં ઘણાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.બેન્કે જાહેર કરેલા આ નિયમ મુજબ પેમેન્ટમાં ગ્રાહક તરફથી જમા કરાવેલ રકમ પર વ્યાજ લગાવીને એક ચોક્કસ રકમ નક્કી કરવામાં આવે છે જે ચોક્કસ સમય પછી ઈનકમ સ્વરૂપે મળે છે.SBIએ આ સ્કીમમાં ન્યૂનતમ 1,000 રૂપિયા મહિને એન્યુટી માટે જમા કરાવી શકાય છે.આ સ્કીમમાં વધારેમાં વધારે કેટલી રકમ રોકાણ કરી શકાય તેની કોઇ સીમા નક્કી કરવામાં આવી નથી.
તમે નક્કી કરી રકમ કરતાં વધારે રકમ જમા કરી શકો છો પરંતુ તેનાથી ઓછી નહીં.આપણે રોકાણ સમય ની વાત કરી લઈએ તો SBIના આ એન્યુટી સ્કીમમાં 36, 60, 84 અથવા તો 120 મહિનાની માટે રોકાણ કરી શકાય છે.આ રોકાણ પર વ્યાજ દર તેજ રહેશે જે પસંદગી કરાયેલ અવધિના ટર્મ ડિપોઝિટ માટે હશે.આવાત વિશે વિસ્તારમાં તરીકે કરીએતો જો તમે 5 વર્ષ માટે એન્યુટી ડિપોઝિટ કરાવવા માંગો છો તો તમને 5 વર્ષની એફડી પર લાગૂ થનાર જે વ્યાજ હશે તેજ હિસાબે તમને અહીં પણ વ્યાજ મળશે.ગ્રાહકો માટે SBI એ આ અગત્ય નો નિર્ણય લીધો છે.જે હાલમાં ખુબજ કારગર સાબિત થવાનો છે.
વાત અહીં એ આવે છે કે જો કોઈ ગ્રાહક નું મૃત્યુ થઈ જાય તો શું.તો આવો જાણી લઈએ જો કદાચ આ સ્કીમનો લાભ લેનાર ગ્રાહકનું મૃત્યું થઇ જાય છે તો સમય પહેલા પૈસા ઉપાડવાનો વિકલ્પ પણ મળે છે.પરંતુ તેનું ચોક્કસ કારણ હોવું જરૂરી છે.આ સ્કીમ હેઠળ જમા કરાવેલ રાશિના 75 ટકા લોન પણ લઇ શકાય છે.અબધી રીતે જોવા જઈએ તો આ નવો નિયમો ગ્રાહકો માટે ખુબજ સારો સાબિત થઈ શકે છે.જો તમે પણ આજ બેન્ક માં ખાતું ધરાવતા હોવ તો તુરંત આ સ્કીમ નો લાભ લઇ શકો છો.