સેલિબ્રિટી કપલ એટલે કે વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન ખૂબ જ રોયલ અંદાજમાં કરવામાં આવ્યા છે અને પૈસાને પાણીની જેમ વાપરવામાં આવ્યા છે તેનો ખ્યાલ આપણને લગ્ન ની ભવ્યતા જોઈને જ આવી જાય છે. લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. વિકી કૌશલની સાળીઓએ પણ તેણે ખૂબ પરેશાન કર્યો હતો અને અમુક રિવાજ પ્રમાણે પૈસાની માંગણી કરી હતી.
વિકી કૌશલની 6 સાળીઓ અને એક સાળાએ તેના બુટ ચોરી લીધા હતા અને બદલામાં 1 કરોડ 51 લાખ રૂપિયા માંગ્યા હતા. આટલી મોટી રકમની માંગ કરી તે સાંભળીને મહેમાન પણ જોતા રહી ગયા હતા. વિકી એ તેમને મનાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ તેઓ એકના બે ના થયા. કેટરીના પણ તેની બહેનો સાથે જોડાઈ ગઈ અને કહ્યું કે પૈસા આપ્યા વગર તેઓ પાછા નહીં જઈ શકે. આખરે આ લોકોની સામે હાર માનીને વિકીએ હા કહેવી પડી હતી.
વિકીને માત્ર એક જોડી બુટ માટે પુરા 1 કરોડ 51 લાખ ચૂકવવા પડ્યા હતા. કેટરીના પોતે મુસ્લિમ હોવા છતાં સંપૂર્ણ લગ્ન હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે થયા હતા. હિન્દુ વિધિ પ્રમાણે પગે લાગવાથી લઈને લગન ના સાત ફેરા સુધીની પ્રક્રિયાઓ કેટરીનાએ સારી રીતે નિભાવી હતી અને પોતાના સાસુ-સસરાનું દિલ જીતી લીધું હતું. લગ્ન ની ઘણી તસવીરો લીક થઈને સોશિયલ મીડિયા પર વહેતી થઈ હતી.