ભારત વડાફોન ગ્રાહકો માટે અત્યાર સુધીના સૌથી ખરાબ સમાચાર સામે આવ્યા છે.અને આ મુજબ હવે ગ્રાહકો ને હવે રડવા નો વારો આવવાનો છે.વોડાફોન કારણો સર હવે ભારતમાં પોતાની કંપની બંધ કરવાનું વિચારી રહી છે.વોડાફોને કહ્યું છે કે ભારત સરકારનું બાકી રહેલુ મોબાઇલ સ્પેક્ટ્રમ શુલ્કમાં રાહત નહી આપે તો તેનો ભારતીય બિઝનેસ વોડાફોન આઇડિયા બંધ થઇ શકે છે.વોડાફોનના સીઇઓ નિક રીડે કહ્યું એમ કહી શકીએ છીએ કે સ્થિતિ ઘણી ખરાબ છે.
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર વોડાફોન આઇડિયાએ 28,309 કરોડ રૂપિયા સરકારને ચુકવવાના છે.ત્યારે હવે વોડાફોન ને લઈને એ કહેવું છે કે ભારત માં યુઝર્સ ના કારણે કોઈ કમ્પ્લેન નથી.પરંતુ સરકાર ને લઈને કંપનીએ નારાજગી જાહેર કરી હતી. પૈસા ચૂકવવા ના બાકી હોવાના કારણે હવે કંપની એ ભારતમાં થી પોતાની સર્વિસ બંધ કરવાનું વિચાર્યું છે.અન્ય ટેલિકોમ કંપની ને નુકશના વેઠવું પડ્યું છે ભારતમાં એક માત્ર જીઓ ને જ નફો થયો છે.સરકારે વોડાફોન-આઇડિયા સહિત અન્ય ટેલિકૉમ કંપનીઓએ સરકારને 92,00 કરોડ રૂપિયાની ચુકવણી કરવા કહ્યું છે.
સરકારના આ નિર્ણય વિરૂદ્ધ ટેલિકૉમ કંપનીઓ સુપ્રીમ કોર્ટ પહોચી ગઇ છે પરંતુ અહી તેમણે ઝટકો લાગ્યો છે.સુપ્રીમ કોર્ટે દૂરસંચાર કંપનીઓને નિર્ધારીત સમય સીમાની અંદર પૈસાની ચુકવણી કરવાનો આદેશ આપ્યો છે.લાઇસન્સ શુલ્કના રૂપમાં આપવા માટે ભારતી એરટેલ પર 21,682.13 કરોડ રૂપિયા જ્યારે વોડાફોન આઇડિયા પર 19,822.71 કરોડ રૂપિયા બાકી છે.આવીજ પરિસ્થિતિ વોડાફોન ની છે કંપની ઓ ને નફો ના થવાથી તેઓ સરકાર ને આટલા પૈસા ચૂકવવા તૈયાર નથી.સરકારનું કહેવું છે કે કંપની માર્યાદિત સમય માં જો પૈસા ન ચૂકવી શકે તો કંપની ભારતમાં સર્વિસ બંધ કરી શકે.
પોતાની સ્થિતિ પ ર કંપનીએ પણ ઘણા વલણો કર્યા હતાં તો આવો જાણી લઈએ કંપની એ શું કહ્યું હતું.આ સ્થિતિનો ઉલ્લેખ કરતા વોડાફોનના સીઇઓ નિક રીડે કહ્યું કે સરકારે બાકી રહેલી માંગમાં રાહત આપવી જોઇએ જેથી વોડાફોન જૂથનો બિઝનેસ ભારતમાં આગળ પણ બન્યો રહે. તેમણે કહ્યું બિન મદદગાર નિયમન વધુ ટેક્સ અને તેમની ઉપર સુપ્રીમ કોર્ટના પ્રતિકૂળ નિર્ણયથી નાણાકીય રીતે અમારી ઉપર ઘણો ભાર છે.આગામી વર્ષ માં અને પેહલાં પણ વોડાફોન સતત ખોટા માં ચાલી રહી છે તો સરકાર એ આ વાત ને ધ્યાન માં રાખીને રાહત આપવી જોઈએ સરકાર ટેલિકોમ કંપની ને આટલી છુટ આપીજ શકે.