મોટા ભાગે એવું કહેવાય છે કે મહિલાઓ જમણા હાથે ઘડિયાળ પેહરતી હોઈ છે અને પુરુષો જમણા હાથે ઘડિયાળ પહેરતા હોઈ છે પરંતું આની પાછળ શુ છે કારણ એ કદાચ તમે રોજ ઘડિયાળ પહેરતા હોઈ તો પણ તમને નહીં ખબર હોય તો આજે વાંચો.
આ કારણો બોવજ સિમ્પલ છે જે જાણીને તમને પણ થશે શાંતિ
ઘડિયાળ બાંધતી વખતે તમારા મનમાં આવો વિચાર જરૂર આવ્યો હશે કે શા માટે તેને ડાબા હાથ પર જ કેમ બાંધવામાં આવે છે. જુના જમાનામાં ઘડિયાળ હાથમાં નહીં પરંતુ ખિસ્સામાં રહેતી હતી. સમયની સાથે લોકો ઘડિયાળને હાથ પર પહેરવા લાગ્યા.
ઘડિયાળ બાંધવામાં સરળતા
ડાબા હાથ પર ઘડિયાળ બાંધવાનું મુખ્ય કારણ એક એ પણ છે કે મોટાભાગના લોકો જમણા હાથે કામ કરતા હોય છે. જેથી તેમને ઘડિયાળ બાંધવામાં સરળતા રહે છે. આ ઉપરાંત જ્યારે તમારો જમણો હાથ કામમાં હોય છે ત્યારે તમને ડાબા હાથથી સમય જોવામાં સરળતા રહે છે. એટલા માટે તમે પરીક્ષા દરમિયાન જોયું હશે કે વિદ્યાર્થીઓ જમણા હાથે લખતા હોય છે અને ડાબા હાથે વારંવાર સમય જોતા હોય છે.
ડાબા હાથમાં વધારે સુરક્ષિત ઘડિયાળ
ડાબા હાથમાં ઘડિયાળ પહેરવી ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે જેના કારણે કંપનીઓ પણ તેના આધારે ડીઝાઈન કરે છે. જમણા હાથેથી વધુ કામ થતું હોવાથી ડાબા હાથમાં ઘડિયાળ વધારે સુરક્ષિત રહે છે. ગંદી ઓછી થાય છે, સ્ક્રેચ નથી પડતા.