ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી બન્યા બાદજ યોગીના આદિત્યનાથ ને નામો બદલવાનું ભૂત ચડ્યું હતું. પેહલાં ઘણાં નામો બદલ્યા બાદ હવે પાછું અન્ય એક મોટા શહેર નું નામ બદલવાનું ભૂત આદિત્યનાથ ને ચડ્યું છે. યોગી આદિત્યનાથની સરકાર તાજ મહેલથી જાણીતા આગ્રા શહેરનું નામ બદલવાનું વિચારી રહી છે.
યોગી સરકાર અત્યાર સુધી કેટલાય શહેરોનાં નામ બદલી ચુંકી છે. આ પહેલા ઉત્તર પ્રદેશ સરકાર મુગલસરાયનું નામ બદલીને દિન દયાળ ઉપાધ્યાય નગર, અલ્લાહબાદનું નામ પ્રયાગરાજ અને ફૈઝાબાદનું નામ અયોધ્યા કરી ચુકી છે. આ દિશામાં રાજ્ય સરકાર પગલાભરી રહી છે. ત્યારે પછી એક વખતે યોગી નામ બદલવાને લઈને ચર્ચા માં છે. યોગી આદિત્યનાથ હવે આગ્રા નું નામ બદલવાનું વિચારી રહ્યા છે.
આથી પેહલાં પણ યોગી સરકાર નામ બદલી ને ચર્ચામાં આવી ગઈ છે. ત્યારે હવે ફરી એક વાર આજ કારણે ચર્ચામાં છે. યોગી સરકારે આગ્રા સ્થિત આબેડકર વિશ્વ વિધ્યાલયને શહેરનાં નામનાં ઐતિહાસિક પાસાનું વિષ્લેષણ કરવાનું કહ્યું છે. આ યુનિવર્સિટીનાં ઇતિહાસ વિભાગનાં અધ્યક્ષનું કહેવું છે કે તે સરકારનો પ્રસ્તાવ જોઇ રહ્યા છે અને આ દિશામાં કામ કરવાનું શરૂ કરૂ દીધું છે.
ઇતિહાસ વિભાગનાં અધ્યક્ષ પ્રોફેસર સુગમ આનંદે કહ્યું કે ‘અમને રાજ્ય સરકારનો એક પત્ર મળ્યો છે અને આ દિશામાં પુછવામાં આવ્યું છે કે શું આગ્રા કોઇ બીજા નામથી પણ ઓળખાતું હતું. અમે આ દિશામાં કાર્ય શરૂ કરી દિધું છે અને આ પત્રનો જવાબ પણ આપીશું. યોગી સરકાર પોતાના અવનવા નિયમો ને લાઈ ને ઘણો ચર્ચામાં હિન્દૂ વાદ માં ભાગ ધરાવતા યોગી આદિત્યનાથ હજીનપાન ઘણાં શહેર ના નામ નદી શકે છે તેમ લાગી રહ્યું છે.
આગ્રા નાં નામ ને લઈને અગાવ પણ યોગી સરકાર આ ચર્ચા કરી હતી પરંતુ તે સમય એ આ મામલો એગલો બધો ચર્ચિત ના બન્યો હતો. ભાજપા ધારાસભ્ય જગન પ્રસાદ ગર્ગ આગ્રાનું નામ બદલીને અગ્રવન કરવા અંગે યોગી સરકારને પત્ર લખી ચુક્યા છે. ગર્ગનું નિધન થઇ ચુક્યુ છે.
પર્યટનનાં વ્યવસાય સાથે સંકળાયેલાઓનું કહેવું છે કે શહેરનું નામ બદલવુ કેટલાય લોકોને પસંદ નહી આવે કેમ કે દુનિયાભરમાં આ શહેર તાજ મહેલનાં કારણે ઓળખાય છે અને નામ બદલવાથી સારો સંદેશ નહીં જાય. પરંતુ યોગી આદિત્યનાથ માનવા તૈયાર નથી તેઓ ને હવે નામ બદલવાનું ભૂત ચડ્યું છે તેથી તે નામ બદલશે જ તેમ લાગી રહ્યું છે.