આપણે સૌ જાણીએ છીએ કે શિવસેના એ પેહલાં ભાજપ નો હાથ પકડ્યો હતો પરંતુ કાર્યકાળ માં અઢી અઢી વર્ષ ની સોદા બાજી કરતાં ભાજપે ઘસીને ના પાડી હતી ત્યારે શિવસેના એ ભકપનો સાથ છોડી દીધો.તો આબાજુ ઝારખંડ માં પણ ક્યાંક ને ક્યાંક આ વાત ની અસર થઈ હોય તેમ લાગી રહ્યું છે.ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો લાગ્યો છે.ઝારખંડમાં ભાજપના મુખ્ય વ્હીપે ભાજપને અલદીવા કરી દીધી હતી અને તેઓ ઓલ ઇન્ડિયા ઝારખંડ સ્ટૂડંન્ટ યૂનિયન માં સામેલ થઇ ગયા હતા.આ સાથે જ મહારાષ્ટ્રની જેમ ઝારખંડમાં એનડીએમાં તીરાડ પડી ગઇ છે.
ભાજપના સાથી પક્ષ એલજેપીએ ઝારખંડમાં ભાજપ સાથે ગઠબંધન કરવાની ના પાડી દીધી છે.ત્યારે હવે જાણે બધી બાજુ થી ભાજપ ના પાયા તૂટવા લાગ્યાં હોય તેમ જાણ થઈ રહી છે. ભાજપ હવે ઝારખંડ માં પણ એકલાં હાથે ચૂંટણી લડશે મહારાષ્ટ્ર ના નિર્ણય ને લીધે ભાજપ સાથે હવે અન્ય કોઈ માર્ગ નથી અન્ય પાર્ટીઓ ભાજપ નો સાથ આપશે નહીં તેવા એંધાણ થઈ રહ્યા છે.50 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારશે, એટલે કે ભાજપની સામે હવે તેની સહીયોગી પાર્ટીની જ ટક્કર જોવા મળશે.મહારાષ્ટ્રમાં શિવસેનાએ પણ એનડીએ સાથે છેડો ફાડી દીધો છે, જે સાથે જ હવે એનડીએની અન્ય સમર્થક પાર્ટીઓ પણ હવે ભાજપથી દુર થવા લાગી છે.
ઝારખંડમાં 30મી નવેમ્બરના રોજ પાંચ તબક્કામાં મતદાન શરૂ થશે.જ્યારે પરીણામો 23મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.વાત કરીએ ઝારખંડમાં કુલ બેઠકોની તો ઝારખંડ માં કુલ 81 બેઠકો છે.જેમાં હવે ભાજપ અને અન્ય પાર્ટીઓ વચ્ચે કાંટા ની ટક્કર જોવા મળશે. ભાજપ માટે મહારાષ્ટ્ર માં ગઠબંધન તૂટવું એ અન્ય રાજ્ય ની ચૂંટણી માં પણ ખુબજ અસર કરી રહ્યું છે અન્ય રાજ્યો માં પણ આ ને મુખ્ય વાત માની આગળ કરાય છે અને ત્યારબાદ અન્ય નિર્ણય લેવાય છે.જેમાં 50 બેઠકો પર એલજેપી એકલા હાથે ચૂંટણી લડશે અને એવી શક્યતાઓ છે કે ભાજપની સામે પણ પોતાના ઉમેદવારોને ઉતારશે.
એલજેપી બિહારમાં અને કેન્દ્રમાં ભાજપની સહીયોગી પાર્ટી છે.પણ હવે શિવસેના બાદ તેણે પણ ભાજપને ઝારખંડમાં રામરામ કરી દીધા છે.આ પહેલા જોકે એલજેપી ઝારખંડ વિધાનસભાની ચૂંટણી લડી ચુકી છે પણ તે કોઇ બેઠક જીતી નહોતી શકી, જેથી આ વખતે ભાજપે પણ ગઠબંધનમાં કોઇ રસ ન દાખવ્યો હોય તેવા અહેવાલો છે.જોકે હવે એલજેપી એકલા હાથે જ 50 બેઠકો પર ચૂંટણી લડવા જઇ રહી છે તેથી ભાજપના મત તોડી શકે છે.તો આબાજુ હાલ માં દેશ ની સૌથી મોટી પાર્ટી ભાજપ પુર જોશ માં એકલા હાથે બહુમત લાવશે તેમ દાખવી રહી છે પરંતુ હાલથીજ આ વિષય એ ચર્ચા કરવી એની વાર્ય નથી.
ચૂંટણી પરિણામ આવ્યા બાદજ જાહેર થઈ શકે કે કોણ કેટલાં પાણી માં છે અગાવ થી આ ચર્ચા પર વાત કરવી તે ખોટું પણ સાબિત થઈ શકે છે.નિષ્ણાંતો માની રહ્યા છે.બીજી તરફ સરકારમાં હાલમાં સહયોગી રહેલી આજસૂ એટલે કે ઓલ ઇન્ડિયા ઝારખંડ સ્ટૂડન્ટ યૂનિયને પણ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી દીધા છે.
જ્યારે બીજી તરફ ભાજપના મુખ્ય વ્હીપ રાધા કૃષ્ણ કિશોર મંગળવારે ભાજપ છોડીને આજસૂમાં જોડાઇ ગયા છે અને ચૂંટણી લડશે. તેથી હવે ભાજપના બે સહીયોગી પક્ષો જ હવે તેની સામે ચૂંટણી લડવા માટે તૈયાર થઇ ગયા છે.2014માં ઝારખંડની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ72 બેઠકો પર લડયું હતું અને 37 બેઠક જીતી હતી.પરંતુ આવખતે બે મુખ્ય પાયા ખસી જતા ભાજપ નું ઝારખંડ મકાન ધરસાય થઈ શકે તેવા એંધાણ માડી રહ્યાં છે. જોકે ભાજપા નો દાવો કગે કે તેઓ એકલાં હાથે બહુમત લાવી પોતાની સરકાર બનાવશે.
ત્યારે આબાજુ અન્ય પાર્ટીઓ પણ ભાજપ ને પાડવા માટે તૈયાર છે તેઓ ભાજપને સરકાર બનાવવા નિષ્ફળ સાબિત કરશે તેમ તેઓનું કહેવું છે.જ્યારે આજસૂ પણ 8 બેઠક પર લડયું અને પાંચ પર જીત મેળવી.જ્યારે લોજપા એક બેઠક પર લડયું હતું પણ કોઇ જીત નહોતી થઇ શકી.જોકે આ વખતે તે 50 બેઠકો પરથી લડી રહી છે તેથી જીતની તેને આશા છે.
હાલ ઝારખંડ મુક્તિ મોર્ચા પાસે ભાજપ બાદ સૌથી વધુ 1૯ બેઠકો છે.આ પરિસિૃથતિ વચ્ચે હવે ભાજપનો સાથ તેના સાથી પક્ષો છોડવા લાગ્યા છે.ઝારખંડ વિકાસ મોર્ચા એ જે 37 વિધાનસભાની બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે તેમા એક વર્તમાન ધારાસભ્ય પ્રદીપ યાદવનો પણ સમાવેશ થાય છે.અને તેઓનું કહેવું છે કે સરકાર અમારીજ બનશે તો આબાજુ ભાજપ નો સાથ છોડનાર પાર્ટીઓ પણ પુર જોશ માં પોતાની સરકાર બનવવા ના મૂળ માં છે. ત્યારે ભાજપ પણ પોતાનું પલડું નામવા નહીં દે.
જેટલાં જોશ માં ભાજપ છે તેટલાજ જોશમાં આબાજુ અન્ય પાર્ટીઓ પણ છે અને તેઓનું કહેવું છે કે ભાજપ ના સાથ વગર અમે ચૂંટણી જીતી બતાવીશું.પ્રદીપ યાદવ વિરૂદ્ધ મહિલાની છેડતીનો આરોપ છે અને તેને હાલ જામીન પર છોડવામાં આવેલ છે.આવી સ્થિતિમાં પક્ષે મહિલાઓની સુરક્ષાની વાતો કરીને બીજી તરફ એવા નેતાને ટીકીટ આપવામાં આવી રહી છે કે જેના પર જ મહિલા સુરક્ષાને લઇને સવાલો ઉઠી રહ્યા છે.
આ યાદીમાં અભયસિંહનો પણ સમાવેશ થાય છે, જેઓએ વર્ષો પહેલા ભાજપ પક્ષ સાથે છેડો ફાડયો હતો. આ વર્ષે મે મહિનામાં એક મહિલાએ એવી ફરિયાદ કરી હતી કે પ્રદીપ યાદવે મારૂ શારીરિક શોષણ કર્યું છે. બાદમાં પ્રદીપે સરેન્ડર કરી દીધુ હતું. હાલ તેને જામીન પર છોડવામાં આવ્યા છે.મહારાષ્ટ્ર માં જેરીતે શિવસેના નું કહેવું હતું કે મુખ્યમંત્રી બનવા અમને શાહ અને મોદી ના આશીર્વાદ ની જરૂર નથી તેરીતે ઝારખંડ માં પણ હવે અન્ય પાર્ટીઓ ને મોદી ના સાથ ની જરૂર નથી.