દૂધ તેમજ દૂધ થી બનતી દરેક વસ્તુઓ ગુણકારી હોય છે. તેમાંથી બનતી વાનગીઓ તેમજ દૂધ થી બનતું દહીં ને તો શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાં ભરપુર કેલ્શિયમ અને પર્યાપ્ત માત્રા મા પ્રોટીન હોવાથી દહીં એક શાનદાર કુદરતી પ્રોબાયોટીક છે.આ પેટ ને સ્વસ્થ રાખવામા મદદરૂપ થાય છે.
જયારે તમે એક થી બે લીટર દૂધ નું દહીં બનવવા માંગો છો ત્યારે તેમાં પાણી ઉમેરવાની જરૂર રેહતી નથી. તમારે દૂધને સતત નીચે થી હલાવતા રહેવાનું છે.જયારે પણ દૂધ ઉફાણે ચડે તો તેને થોડી વાર સુધી ગરમ કરતા રેહવું પછી ગેસ બંધ કરી દેવો. હવે એક પાત્ર લઇ લો જેમાં તમે દહીં ને જમાવું છે અને તેના ઉપર એક સાફ સુકાયેલું જાળી ગરણા થી આ ગરમ અથવા ગરમ કરવા પેલા દૂધ ને ગાળી લેવો. જો શક્ય હોય તો રંગીન કરતા સફેદ રંગ નુ કપડું વાપરવું કેમકે રંગીન કપડું રંગ છોડી શકે છે.આ દૂધ ને ૧ થી ૨ મિનીટ પંખા નીચે રાખી પાછું હલાવો જ્યાં સુધી ઠંડુ ના થાય ત્યાં સુધી.તેમાં મેરવણ નાખો અને તેના ઉપર ગરમ ચાદર ઢાંકો આવું શિયાળામાં જરૂર થી આવું કરવું જોઈએ.
આવું કરવાથી બધી ઋતુમાં દહીં સારી રીતે જામે છે. માત્ર ધ્યાન આ રાખવાનું છે કે દૂધમાં દહીં ઉમેરીયા બાદ દૂધ અડવાનું નથી કે તેને હલવા દેવાનું નથી.ગરમી હોય તો ૬ કલાક અને સર્દી મા ૮ કલાક બાદ દહીં જામી જાય છે. હવે તેને બીજી બે કલાક માટે ફ્રિજમાં રાખી દેવાનું જેથી તેની ઉપરની તર જાડી થઇ જાય.
બે કલાક બાદ તમારુ દહીં તૈયાર હશે અને તે પણ ડેરીવાળા જેવું.મેરવણ ઓછું હોય ત્યારે સવ થી પ્રાચીન રીત છે કે દૂધ ને ગરમ કરી ઠંડુ થાય એટલે તેમાં દહીંનું મેરવણ નાખો અને સારી રીતે ભેળવી લ્યો અને ઢાંકીને ૩ થી ૪ કલાક સુધી જામવા માટે રાખો.દહીં જામી ગયા બાદ તેને એક કલાક માટે ફ્રીઝ મા મૂકી દો તેનાથી તે કઠણ થઇ જશે હવે તે ઉપયોગ મા લઈ શકાય છે.
હાડકાઓ માટે લાભદાયક દહીંમાં કેલ્શિયમ વધારે પ્રમાણ મા હોવાથી તે હાડકાઓ માટે લાભદાયી નીવડે છે. દહીં ના નિયમિત ઉપયોગ થી દાંત મજબૂત થાય છે તેમજ સાંધા થી લગતી તકલીફો મા મદદરૂપ બને છે.પેટ થી લગતી બીમારીઓ માટે છે રામબાણ ઈલાજ.પેટ થી લગતી તમામ તકલીફો માટે જો માણસો દહીં ને નિયમિત રૂપે જમવા સમયે સાથે આરોગે તો તેનાથી ભૂખ વધે છે અને તેમાં રહેલ સારા બેક્ટિરિયા પેટ થી લગતી બીમારીઓ માટે રામબાણ સાબિત થાય છે.
તે ભોજન ને પચાવવામા મદદરૂપ થાય છે.દહીં સાથે અજમો ભેળવી ખાવાથી કબજિયાત ની તકલીફ દુર થઈ જાય છે.મોઢાં ઉપર દહીં લગાવવા થી ચામડી નરમ બને છે અને ચમક આવે છે.દહીં થી મોઢાં ને મસાજ કરવાથી બ્લીચ જેવું કામ કરશે. ઉનાળા મા સૂર્યતાપ થી બળેલી ચામડી માટે દહીં ની માલીશ કરવી જોઈએ. આના સિવાય સુકી ચામડી દહીં થી કોમળ બને છે.
દહીં થી હ્રદય થી લગતી બીમારીઓ સામે રક્ષણ મળે છે અને તેના રોજ પ્રયોગ થી શરીર મા કોલેસ્ટ્રોલને વસ્તુ નથી.મોઢાં માં પડેલ ચાંદા માટે દહીંના કોગળા કરવાથી રાહત થાય છે. શરદી ઉધરસ સમયે શ્વાસનળી મા ચેપ લાગે છે પણ દહીં આ ચેપ થી બચાવે છે.ગરમી મા લૂ થી બચવા તેમજ લુ લાગ્યા બાદ દહીં નો ઉપયોગ હિતાવત છે.દહીં ના નિયમિત પ્રયોગ થી પાચન શક્તિ વધે છે અને ભૂખ પણ વધે છે.ગરમી મા દહીં અને છાસ વધારે પ્રમાણ મા આરોગવા જોઈએ.તેનાથી પેટ માં થતી આતીસ શાંત થાય છે.નિયમિત ખાવામાં આવે તો રોગ પ્રતિકારક શક્તિ મા વધારો થાય છે.











