જેટલું લોકો બોલીવુડના કલાકારોને પસંદ કરે છે તેટલું જ તેઓ સાઉથના કલાકારોને જોવાનું પણ પસંદ કરે છે, સાઉથ ઇન્ડિયન સુપરસ્ટાર અને નાગા અર્જુનની પુત્રવધૂ સમંથા રૂથ પ્રભુ આજે તેનો 31 મો જન્મદિવસ ઉજવી રહી છે, સમન્તા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો સાથે તેની તસવીર શેર કરી છે તેમના જન્મદિવસ નિમિત્તે, ચાલો આપણે જાણીએ કે કેવો રહ્યો અંગત જીવનથી લઈને ફિલ્મો સુધીનો સફર.સમંથા સાઉથની ફિલ્મોમાં મજબૂત ઓળખ બનાવી ચુકી છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે તે ઘણી તંગદિલીમાંથી પસાર થઈ રહી હતી અને આ તંગી એ તેને આટલી મોટો સ્ટાર બનવી હતી પૈસાની સમસ્યાઓના કારણે સામંથાએ અભિનયની દુનિયામાં પગ મૂક્યો હતો. તે જોઈને, સમંથા એ મોડેલિંગ શરૂ કરી, આ સમય દરમિયાન તે પાર્ટ ટાઇમ જોબ કરતી હતી, ત્યારબાદ તેને ‘માયા ચેઝવે’ ફિલ્મમાં કામ કરવાની તક મળી અને તેને બેસ્ટ ડેબ્યૂ એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવી.સોશિયલ સાઉથ ઇન્ડિયન ફિલ્મની સુપરસ્ટાર હોવા છતાં સમંથા એક ઉમદા કાર્ય પણ કરે છે, તે ઉમદા કાર્ય એક પ્રત્યુષા સપોર્ટ નામની એક એનજીઓ છે, આ એનજીઓ આરોગ્ય સંભાળ પૂરી પાડે છે અને એટલું જ નહીં આ એનજીઓ પણ મહિલાઓ અને બાળકોની સારવારમાં મદદ કરે છે.સાઉથ ઇન્ડિયમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સુપરસ્ટાર સમંથાને બધા પ્રેમથી સેમ કહીને બોલાવે છે પરંતુ કદાચ જ તમને ખબર હશે કે સમંથાનું બીજું નામ યશોદા છે નાગા ચૈતન્ય પહેલાં સિદ્ધાર્થને ડેટ કરતી હતી અને સિદ્ધાર્થ તેને યશો કહીને બોલાવતા હતા.સમંથા તેની શૈલી માટે પણ ખૂબ પ્રખ્યાત છે, તાજેતરમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેને સંબંધ અને ખાવા વચ્ચે પસંદગી કરવી પડે તો તે કોને પસંદ કરશે, તેને જવાબ આપ્યો કે તે ખાધા વગર જીવન પસાર કરી.શકે છે પણ સંબંધ વિના નહિ.

Write A Comment