જીવનમાં તમામ પ્રકારની સમસ્યાઓ આવે છે. દરરોજ, વ્યક્તિને નવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ જે આ બધી મુશ્કેલીઓ સાથે લડે છે તે તેના જીવનમાં સફળ થવામાં સક્ષમ છે.આ શબ્દ ભારતના પ્રખ્યાત ડાન્સર કોરિયોગ્રાફર અને બધામાં મનપસંદ વડોદરાની શાન ધર્મેશ યેલાંડેના નામને બંધબેસે છે. બધા તેને ધર્મેશ સરના નામથી ઓળખે છે. આજના સમયમાં, તેમના ઘણા ચાહકો એવા છે જેઓ ભગવાનની જેમ તેમની પૂજા કરે છે.ધર્મેશ સર આજના સમયમાં કોઈ ઓળખાણના મોહતાજ નથી. તેમણે વિશ્વને બતાવીને પોતાની પ્રતિભા સાબિત કરી કે જીવનમાં કંઇપણ અશક્ય નથી. જો કોઈ કાર્ય સાચા હૃદયથી કરવામાં આવે તો કંઈપણ અશક્ય નથી.જન્મ.ધર્મેશ સરનો જન્મ 31 ઓક્ટોબર 1983 ના રોજ ગુજરાતમાં થયો હતો. વડોદરાના નાના નાના રસ્તાઓ પરથી ઉતરીને ધર્મેશે બોલીવુડમાં એક અલગ સ્થાન હાંસલ કર્યું.કોરિયોગ્રાફરોની ઓળખ.ધર્મેશે સૌ પ્રથમ તેના ડાંસ સ્ટાઈલથી બધાને દિવાના કરી દીધા અને એક યુવાન કોરિયોગ્રાફર તરીકે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવ્યું.સફળ અભિનેતા.ધર્મેશ એક ઉત્તમ ડાન્સર, કોરિયોગ્રાફર તેમજ એક મહાન અભિનેતા છે.

પોતાની સ્ટાઇલ.હિન્દી સિનેમામાં ધર્મેશ હિપ હોપ અને કન્ટેમપેરી સ્ટાઇલ માટે ખૂબ ફેમસ છે.

પિતાની હતી ચા ની દુકાન.ધર્મેશના પિતા વડોદરામાં ટી – સ્ટોલ લગાવતા હતા.તેના પિતા સાથે ધર્મેશ લારી પર પાવ વેંચતા હતા.

પ્યુનનું કર્યું છે કામ.ધર્મેશ એ જણાવ્યું હતું કે એક સમયે તેમની સ્થિતિ એવી હતી કે તેમને પ્યુનની નોકરી કરવી પડી હતી.

સપના ને રાખ્યું જીવંત.જીવનની બધી મુશ્કેલીઓ હોવા છતાં ધર્મેશ તેનું સ્વપ્ન ભૂલ્યા નહીં. તે દરેક ક્ષણે માત્ર ડાન્સર બનવાના પોતાના સપના વિશે જ વિચારતો હતો.

કંઇ વસ્તુન વિશે કરી નહિ ચિંતા.તેણે તેમના જીવનમાં ઘણાં પ્રકારના કામ કર્યા છે, પરંતુ તેનું સ્વપ્ન વધુ મજબૂત બનતું હતું. તેણે ક્યારેય પરિણામની ચિંતા કરી નહીં, ફક્ત મહેનત કરતા રહ્યા અને આગળ વધતા રહ્યા. તે દરેક ક્ષણે તેના સ્વપ્ન તરફ પગલું ભરતા તેમણે ક્યારેય પરિણામની ચિંતા નહોતી કરી.

જીત્યા શૉ.પોતાના જીવનના 18 વર્ષ ફક્ત ડાન્સને સમય આપનાર ધર્મેશ સરને એ સમયે કોન્ફિડન્સ મળ્યો, જ્યારે તેમને પ્રથમ વખત કોઈ રિયાલિટી શો જીત્યા.

ડાન્સ ઇન્ડિયા ડાન્સથી ઓળખ.તેમને તેમનું નસીબ ડીઆઈડીમાં પણ અજમાવ્યું, પરંતુ નસીબને કંઈક બીજું મંજૂર હતું, તે આ શો જીતી શક્યો નહીં, પરંતુ આ શો પછી તેને એ ઓળખ મળી જેની તે નાનપણથી જ ઈચ્છા કરતા હતા.

બૂગી-વૂગી શો વિજેતા.ડાન્સ ઈન્ડિયા ડાન્સનો ખિતાબ ભલે તે જીતી શક્યાં નહિ ,પરંતુ તેણે બૂગી-વૂગી શો જીતીને બતાવી દીધું કે તેના સપના ઉંચા છે, જે મર્યાદિત રહેવાના નથી. આ શો પછી, તે દરેક કોઈના પ્રિય ડાન્સર બની ગયા.

ડાંસ ઇન્ડિયા ડાંસમાં ઝઝ.

કોઈએ ક્યારેય વિચાર્યું પણ નોહતું કે જે શૉ માં એક છોકરો પોતે એક પ્રતિસ્પર્ધી બનીને આવ્યો, તે ડીઆઈડીનો ડાન્સ ગુરુ બની ગયો અને તેણે અન્ય સહભાગીઓને ડાંસ યુક્તિઓ શીખવી.

ફરાહ ખાને આપી તક.ધર્મેશનું જીવન ત્યારે બદલાઈ ગયું જ્યારે પ્રખ્યાત નિર્દેશક ફરાહ ખાને ધર્મેશને ફિલ્મ તીસ માર ખાન ફિલ્મ માટે કોરિયોગ્રાફર તરીકે પસંદ કર્યા

ફિલ્મની શરૂઆત.ધર્મેશે તેની ફિલ્મી કેરિયરની શરૂઆત રેમો ડીસુઝા નિર્દેશિત ફિલ્મ એબીસીસીડીથી કરી હતી અને બધાને દિવાના બનાવ્યા હતા.

ફિલ્મ ઇન્ડસ્ટ્રી કરે છે સલામ.દરેક વ્યક્તિ ધર્મેશની પ્રતિભા જોઇને ચોંકી જાય છે અને તેની પ્રતિભા જોયા પછી ફિલ્મ જગતની મોટી હસ્તીઓ તેમને સલામ કરે છે.કર્યું દિલો પર રાજ.પોતાની મેહનતના દમ પર ધર્મેશ આજે ઘર ઘરમાં ઓળખાય છે.દરેક કોઈ તેના દીવાના છે.

Write A Comment