આજકાલના સમયમાં ઘણા પરિવારો ઘઉના લોટનો જ આહાર લેવાનું પસંદ કરે છે. પરંતુ પહેલાના સમયમાં લોકો ઘઉંની સાથો સાથ અન્ય અનાજનું સેવન કરતા. આપણે માત્ર ઘઉંના લોટ કે મેંદા પર વિશ્વાસ કરીએ છીએ, પરંતુ ઘણા એવા અનાજ છે જે તમારા માટે એક હેલ્ધી વિકલ્પ હોઇ શકે છે. જેમ કે, ચણા, જવ, બાજરો, મકાઈ વગેરે. આ બધા જ અનાજ પૌષ્ટિક અને સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખનારા છે.

હાલના લોકો ફક્ત ઘઉંનુ જ સેવન કરતા હોવાથી તેમના શરીર મા પોષકતત્વોની ઉણપ જણાય છે. જો તમે લો કાર્બ રોટલી પર સ્વિચ કરવા માંગો છો કે માત્ર ઘઉંના લોટની રોટલી ખાઇને કંટાળી ગયા છો તો તમે આ ઉપાય અજમાવી શકો છો. જેનાથી તમારું વજન ઝડપથી ઓછું થશે.

બાજરીનો લોટ છે ગુણકારી

હ્રદય રોગની સમસ્યા તથા જીવલેણ રોગ સામે રક્ષણ આપે છે બાજરીના લોટથી નાહવાથી શરીરમાં જોવા મળે છે ચમક આજના સમયગાળામાં બાજરાના રોટલા ભાગ્યે જ કોઇ સ્થળે બનતા હશે. જો કે ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ બાજરાના રોટલા બનાવવામાં આવે છે. જો કે હજુ પણ ગામડાઓમા બાજરાના રોટલા જોવા મળતા હોય છે.

આ બાજરા મા કેલ્શિયમ, વિટામિન્સ, મેન્ગેનીઝ, ફોસ્ફરસ, લોહતત્વ, પ્રોટીન, ફાઈબર તેમજ બીજા ઘણા જરૂરી તત્વો મળી આવે છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. બાજરીના રોટલા શિયાળામાં હ્રદયના દર્દીઓને રાહત અને શક્તિ આપે છે. તેમાં રહેલું નિયાસિન નામનું વિટામિન કોલેસ્ટ્રોલ ઓછુ કરવામાં મદદ કરે છે. જેનાથી હાર્ટ સંબંધિત બિમારીઓ થવાનો ખતરો ઘટે છે. તેમાં રહેલુ પોટેશિયમ અને મેગ્નેશિયમ બીપીને કંટ્રોલમાં રાખવામાં પણ મદદ કરે છે.

સ્નાન કરવા માટે ઉપયોગી.

બાજરીના લોટથી સ્નાનથી શરીર પરની ચમકના વધારો થાય છે. ગામડામાં ચણાના લોટની સાથે બાજરીના લોટનું પણ મહત્વ છે. હજુ પણ ગામડામા ચણાના લોટની સાથોસાથ બાજરીના લોટનું પણ મહત્વ છે. ખાસ કરીને જયારે ગુમડા થયા હોય ત્યારે પણ આ બાજરીનો લોટનો ઉપયોગ કરવામા આવે છે જેથી ગુમડા પર આ લોટ લગાવાથી રાહત થાય છે. નાના બાળકોને અઠવાડિયે એક વાર બાજરીના લોટથી જરૂર સ્નાન કરાવવું જોઇએ.

બાજરીના રોટલા.

જો તમે પણ તમારા વધતા જઈ રહેલા વજનને ઓછું કરવા માંગો છો તો બાજરાનું સેવન તમને ફાયદો આપી શકે છે. બાજરામાં ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ હોય છે જેનાથી પેટ ભરેલું ભરેલું લાગે છે અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી જેને લીધે વજનને કંટ્રોલ કરવામાં મદદ મળી રહે છે.

જીવલેણ રોગ દૂર કરવામાં સહાયરૂપ.

કેન્સર જેવી જીવલેણ બિમારીને ખતમ કરવા માટે બાજરી ખૂબ જ લાભદાયી છે. બાજરીમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ શરીરમાં રહેલ રોગપ્રતિકારક શક્તિ મજબુત બનાવે છે. આ ઉપરાંત કેન્સર જેવા જીવલેણ રોગને દૂર કરવામાં પણ મદદરૂપ બને છે.

નવી ઉર્જાનો થાય સંચાર.

બાજરી શરીરમાં નવી ઉર્જા સંચાર કરવા માટેનો એક શ્રેષ્ઠ સ્ત્રોત ગણવામાં આવે છે. બાજરીની અંદર મોટા પ્રમાણમાં પ્રાકૃતિક ગુણો સમાયેલા છે. જે તમારા શરીરને આખો દિવસ ઉર્જાથી ભરપૂર રાખે છે અને શરીરને બળવાન બનાવે છે.

Write A Comment