વર્ષો બાદ દૂરદર્શન પર વાપસી કરેલી લોકપ્રિયા સીરિયલ રામાયણને ફરીથી પણ દર્શકોને એટલો જ પ્રેમ જે પહેલા મળ્યો હતો,ખાસ વાત છે કે, ટીઆરપીના મામલે દુરદર્શનને રામાયણે ટૉપ પર પહોંચાડી દીધા. રામાયણમાં રામ એટલે કે અરુણ ગોવિલ, સીતા એટલે કે દીપિકા ચિખલીયાના અભિનયને લોકોને ખુબ વખાણ્યા પણ સાથે સાથે હવે રાવણ બનેલા અરવિંદ ત્રિવેદીને પણ લોકો ખુબ પ્રેમ કરી રહ્યાં છે.
રામાનંદ સાગરની સીરિયલ ‘રામાયણ’માં રાવણનો રોલ પ્લે કરનાર એક્ટર અરવિંદ ત્રિવેદીને લઈને રવિવારે દિવસભર તેવી ચર્ચા રહી કે તેઓ હવે આ દુનિયામાં રહ્યા નથી. તેમનું નિધન થઈ ગયું છે. હવે, તેમના પરિવારના એક સભ્ય કૌસ્તુભ ત્રિવેદીએ તે સ્પષ્ટ કર્યું છે કે,આ તમામ ખબર માત્ર અફવા છે.
કૌસ્તુભ ત્રિવેદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર અરવિંદ ત્રિવેદીની તસવીર શેર કરીને લખ્યું છે કે,‘મારા અંકલ અરવિંદ ત્રિવેદી બિલકુલ ઠીક છે અને સુરક્ષિત છે.તમને બધાને વિનંતી છે કે મહેરબાની કરીને ફેક ન્યૂઝ ન ફેલાવો.
હવે બસ આ સાચી માહિતીને ફેલાવો.દેશમાં કોરોના વાયરસના કારણે લાગુ કરાયેલા લોકડાઉન બાદ લોકોની માગણી પર રામાનંદ સાગરની સીરિયલ‘રામાયણ’નું ફરીથી પ્રસારણ કરવામાં આવ્યું હતું.તો ગયા મહિને એટલે કે એપ્રિલમાં અરવિંદ ત્રિવેદીએ ટ્વિટર પર અકાઉન્ટ બનાવ્યું હતું. તેમણે પોતાની પહેલા ટ્વીટમાં લખ્યું હતું કે અંતે હું ટ્વિટર પર આવી જ ગયો.
અરવિંદ ત્રિવેદીનો જન્મ 8 નવેમ્બર 1937ના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં થયો,પરંતુ તેમણે ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી. તેમણે કરિયરની શરૂઆત ગુજરાતી રંગમંચથી કરી. અરવિંદ ત્રિવેદીએ લગભગ 300 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે.
ગુજરાતી ભાષામાં બનેલી ધાર્મિક અને સામાજિક ફિલ્મોથી તેમણે ઓળખ બનાવી. રામાયણના રિ-ટેલિકાસ્ટે વ્યૂઅરશિપના મામલે એક નવો રેકોર્ડ બનાવ્યો હતો.આ વિશે દૂરદર્શને એક ટ્વીટ કરતાં લખ્યું હતું કે ‘વર્લ્ડ રેકોર્ડ, દૂરદર્શન પર રામાયણના રિ-ટેલિકાસ્ટે દુનિયાભરમાં વ્યૂઅરશિપના તમામ રેકોર્ડ તોડી દીધા છે.આમ આ અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો.
અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો. અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ .