હાલમાં દેશ કોરોનાની પકડમાં ફસાયેલો છે,તેનાથી બહાર નીકળવા માટે સોશિયલ ડિસ્ટિંગ સૌથી જરૂરી છે,જેથી આપણે સલામત રહી શકીએ આ વાતનું પાલન કરતા એક યુટ્યૂબર પાર્થ સાહા એ એક ઇલેક્ટ્રોનિક બાઇક બનાવી છે,આ બાઇકમાં સોશિયલ ડિસ્ટિંગનું પાલન કરતા તેમને બંન્ને સીટો વચ્ચે એક મીટરનું અંતર બનાવ્યું છે,પાર્થ ત્રિપુરા ના અગરતલાની પાસે અરલિયા ગામના રહેવાસી છે,પાર્થ એ આ બાઇક who ના
દીશાનિર્દેશોને આધારે બનાવી છે.
સીટ માટે મેં સાયકલની સીટનો ઉપયોગ કર્યો છે,તેમાં 48 વોલ્ટની બેટરી અને પેટ્રોલ એન્જીનની જગ્યાએ 750 ડીસી મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે,મેં આ બાઈકનું નામ કોવિડ – 19 રાખ્યુ છે,3 કલાકમાં આ બાઇક ચાર્જ થઈને 80 કિમિ સુધી ચાલે છે.
આગળ જણાવ્યું,હું આ બાઇકથી લોકડાઉન ખુલ્યા પછી મારી દીકરીને સ્કૂલ માં મુકવા જઈશ જેથી લોકો પછી પણ સોશિયલ ડિસ્ટિંગનું પાલન કરે.
તમને જણાવીએ કે પાર્થ યુટ્યૂબર બનતા પહેલા મેકેનિક હતા,તેમની યુટ્યૂબ ચેનલનું નામ Technicle Parth છે પાર્થ ના બધા વિડીઓ પર 3 લાખથી વધુ Views હોઈ છે.








