ડુંગળીનો ઉપયોગ કરીને તમે પણ લાંબા ઘટાદાર વાળ કરી શકો છો,મળશે તેનાથી તુરંત જ ફાયદો.આપણા ભારતીય લોકોના રસોડામાં ડુંગળીનો ઘણો ઉપયોગ થાય છે ડુંગળી જે ભોજન નો સ્વાદ વધારે છે અને સાથે સાથે જો તમે લાંબા અને ઘટાદાર વાળ ઇચ્છતા હોવ તો તે તેમાં પણ ઉપયોગી છે ડુંગળીનો ઉપાય એક એવો ઉપાય છે જેનાથી તમને ચોક્કસ પરિણામ મળશે.તો જાણી લો ડુંગળીનો અસરકારક ઉપાય.

ડુંગળીનો સ્વાદ માત્ર જીભ જ નહીં પણ વાળને પણ પસંદ આવે છે. ડુંગળીમાં સલ્ફર ભરપૂર પ્રમાણમાં હોઈ છે .ડુંગળીમાં રહેલું સલ્ફર વાળના સ્કાલ્પમાં બ્લડના ફ્લોને વધારે છે.જેના કારણે વાળનો ગ્રોથ વધે છે.ડુંગળીની અંદર એન્ટી બેક્ટેરિયલ પ્રોપટીઝ છે.તેનાથી વાળમાં થતું કોઈ પણ ફંગલ ઇન્ફેક્શન થતું રોકાય છે.જેના કારણે વાળ ઝડપથી વધવા લાગે છે.ડુંગળીના રસમાં કોલેજનનું પ્રમાણ વધારે હોય છે.જેનાથી વાળ પાતળા અને બેમોઢા વાળા થતા નથી અને જેનાથી તમારા વાળ હેલ્દી અને શાઈની બને છે.

આવી રીતે કરો પ્રયોગ.ડુંગળીને મિક્સરમાં પીસીને પેસ્ટ કરી લો તેને એક બાઉલમાં કાઢી ને અને તેની અંદર નારિયેળ તેલ ઉમેરો તેને વાળના મૂળમાં અને વાળમાં લગાવો આ ઉપાય અઠવાડિયામાં 2 કે 3 વાર કરો તમને જકડી5 જ પરિણામ જોવા મળશે.

તમે તેને બીજી રીતથી પણ કરી શકો છો ડુંગળીની છાલ કાઢીને તેને પીસીને તેમાં ઓલિવ ઓઇલ સાથે મીક્સ કરીને પેસ્ટ બનાવી લો આ પેસ્ટને વાળમાં લગાવો અને અડધા કલાક પછી શેમ્પૂથી ધોઈ લો .તેનાથી તમને 2 મહિનાની અંદર જ ફરક જોવા મળશે.

જે લોકોના વાળ વાંકોડિયા અને કર્લી હોઈ છે તેમને સમસ્યા થાય છે તેમના વાળમાં ડુંગળીની પેસ્ટના કણ ફસાઈ જાય છે.જો કોઈને આવી સમસ્યા છે તો પેસ્ટને માથામાં લગાવતા પહેલા એક સુતરાઉ કાપડમાં લઈને તેમાંથી રસ નિતારીને વાળમાં લગાવો.

Write A Comment