લખનઉના ડોકટરએ રોઝાના પહેલા જ દિવસે સંક્રમિત દર્દીઓ માટે ડોનેટ કર્યું પ્લાઝ્મા. રમજાનનો મહિનો શરૂ થઈ ગયો છે.આ મહિનામાં મુસ્લિમ લોકો રોઝા રાખે છે કહેવાય છે કે આ દિવસોમાં દાન પુણ્ય કરવાથી તમામ ઈચ્છાઓ પૂરી થાય છે અને સુખ સમૃદ્ધિ મળે છે.લખનૌના કિંગ જોર્જ મેડિકલ યુનિવર્સિટીના એક ડોક્ટરે પણ રોઝાની શરૂઆત દાનથી કરી.તેમને કોવિડ 19 થી સંક્રમિત દર્દીઓ માટે તેમનું પ્લાઝ્મા ડોનેટ કર્યું પ્લાઝ્મા એક રીતની થેરેપી છે જે કોરોના વાયરસથી સંક્રમિત લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે.તેના પરિણામની વાત કરીએ તો અત્યાર સુધી સારા જ મળ્યા છે.દિલ્હી પછી હવે યુપીમાં પણ આ થેરેપીનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.
કોરોનાથી ઠીક થઈને આવેલા ડૉ,તૌસિફ એ પહેલાં રોઝાના દિવસે જ બ્લડ સેમ્પલ આપી દીધું,તપાસમાં તેમના બ્લડમાં એન્ટી બોડીની સ્થિતિ સારું દેખાઈ તેના પગલે તેમના શરીરમાંથી 500મિલિલીટર પ્લાઝ્મા લેવામાં આવ્યું,આ પ્લાઝ્મા જરૂરિયાત લોકોને કામ આવ્યું.
ડો.તૌસિફને જ્યારે પ્લાઝ્મા ડોનેટ કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમને જરા પણ સંકોચ વિના હા કહ્યું, અને આગળ કહ્યું કે. રમજાનના આ પવિત્ર મહિનામાં હું કોઈનો જીવ બચાવવાના કામમાં આવું તો આ મારા માટે સૌભાગ્યની વાત હશે,દેશ જે સંકટમાંથી પસાર થઈ રહ્યો છે એમાં બધાએ એક સાથે મળીને,નીડર થઇને સામનો કરવો પડશે.
તમને જણાવી દઈએ કે ડૉ, તોસિફ પણ 7 એપ્રિલ એ કોરોનાની ચપેટમાં આવી ગયા હતા,તેના પગલે તેમને 21 દિવસ માટે આઇસોલેટ કરવામાં આવ્યાં હતાં,રિપોર્ટ નેવેટિવ આવવા પર તેઓ તુરંત જ સંક્રમિત લોકોને બચાવવા માટે પાછા આવી ગયા.
ડૉ, તૌસિફ સિવાય કોરોનાથી ઠીક થયેલ ગોમતીનગરની મહિલા ડોકટર એ પણ 500ml પ્લાઝમાં.ડોનેટ કર્યું,એક દર્દીને 200મિલીલીટર પ્લાઝ્મા ચઢાવવામાં આવે છે એવમાં જોઈએ તો એક વ્યક્તિના પ્લાઝમાંથી બે વ્યક્તિનો જીવ બચાવી શકાય છે.