રોન્ગ નંબર તો બધા લોકો માં કોઈ ને કોઈ વાર તો આવીજ ગયા હશે પરંતુ આજની આ કહાની માં જે રોન્ગ નંબર આવે છે તે યુવતીજિંદગી માં કઈ અલગજ કરી ને જાય છે તો આવો જાણીએ આખી સ્ટોરી.એક વખત એવુ બન્યુ કે ઘર ના ફોન પર કોઈ અજાણ્યા નમ્બર થી કોલ આવ્યો અને તે ઘર ની સ્ત્રીએ કોલ રીસીવ કર્યો તો અવાજ અજાણ્યો હતો અને અવાજ અજાણ્યો લાગતા જ તેણીએ રોન્ગ નંબર કહી ને કોલ કટ કરી નાખ્યો. આ તરફ આ અજાણ્યા વ્યક્તિ સ્ત્રી ના સ્વર સાંભળી ને સમજી ગયો કે આ નંબર કોઈ સ્ત્રી નો છે.એટલે જાણી જોઈ ને વારંવાર આ નંબર પર કોલ કરવા માંડયો અને મેસેજીસ પણ ચાલુ કરી દીધા કે જાનુ તમે વાત કેમ નથી કરતા ફોન કેમ નથી ઉપાડતા.તેમ કહીને તેને વારંવાર હેરાન કરતો રહ્યો તે તને કોલ કરીને જાનું સોનુ સ્વીટુ કરવા લાગ્યો હતો.

યુવકના આવા ફોન આવતાહોવા ને કારણે યુવતી ખુબજ હેરાન થઈ ગઈ હતી.વારંવાર હવે તેને આ ત્રાસ લાગવા લાગ્યો હતો એકતો આ સ્ત્રી પરિણીત હતી અને તેના સાસરીયા પક્ષ વાળા અત્યંત વહેમ અને શંકા ધરાવતા સ્વભાવ ના હતા.આ દિવસ બાદ જ્યારે અન્ય દિવસે ફોન ની ઘંટડી વાગી ત્યારે આ સ્ત્રી ઘર ની રસોઈ બનાવવા મા વ્યસ્ત હતી તેથી તેની સાસુ એ કોલ રિસીવ કર્યો અને ફોન મા કોઈ અજાણ્યો પુરુષ નો સ્વર સાંભળી ને સાસુ વિચાર મા પડી ગઈ અને તેમા પણ પેલો અજાણ્યો વ્યક્તિ એવુ બોલતો હતો કે જાનુ તુ મારી સાથે વાત કેમ નથી કરતી મારી વાત તો સાંભળ પ્લીઝ તારા અવાજે મને પાગલ બનાવી દીધો છે.યુવક ને ખબર ના હતી કે આવખતે અહીં યુવતી નહીં પરંતુ તેની સાસુ છે.પેહલાથીજ સક વાળો સ્વભાવ ધરાવતી સાસુ એ હવે વધારે સક કરવાનું ચાલુ કર્યું.

ફોન માં વ્યક્તિ તેની જાતે બોલ્યા જ કરતો હતો બોલ્યા જ કરતો હતો.સાસુ એ આ બધી જ વાતો ચૂપચાપ સાંભળી ને ફોન રાખી દીધો. રાત્રે જ્યારે તેમનો પુત્ર ઓફિસે થી આવ્યો એટલે તેમણે પૂત્ર ને પોતાના રૂમ મા બોલાવ્યો અને આ ફોન વિશે જણાવ્યુ અને કહ્યુ કે તારી પત્ની કોઈ અજાણ્યા પુરુષ સાથે વાતો કરે છે.આ વાત સાંભળતા ની સાથે જ પતિ એ પત્ની ને બોલાવી અને તેને કઈ પણ પૂછયા વગર તેને ઢોર માર મારવા માંડયો અને જ્યારે તેણે પત્ની ને મારવા નુ બંધ કર્યુ એટલે તેની માતાએ ફોન હાથ મા આપ્યો અને કહ્યુ કે આ ફોન મા જ છે તેના આશિક ના નંબર.યુવતી નીંકોઈ પણ વાત સાંભળ્યા વગર બસ તેને ઠોર ની જેમ ધોવા લાગેલ પતિ એ યુવતી ને બોલવાનો મોકો પણ આપ્યો ન હતો.

હવે પોતાની માતા ની વાતો સાંભળી ફૂલી મેં ફુગ્ગો બની ગયેલ પતિએ ફોન ચેક કર્યો અને તેમા આવેલા કોલ ડિટેઈલ્સ ચેક કર્યા અને બધા મેસેજ પણ વાંચ્યા.આ બધુ જોઈ ને પતિ અત્યંત આવેશ મા આવી ગયો અને તેની પત્ની ને દોરડા વડે બાંધી ને તેને ફરી થી મારવા માંડયો.આ બાજુ તેની મા એ વહુ ના ભાઈ ને ફોન કર્યો અને જણાવ્યુ કે તમારી બહેન કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ફોન મા વાત કરતી પકડાઈ છે અને અમારા ઘર ની ઈજ્જત ધૂળ મા મેળવી દીધી છે.આટલું બધું કરતા પેહલાં પતિએ એક વાર પણ એવું નક વિચાર્યું કે કદાચ હું જે કરી રહ્યો છું તે ખોટું તો નથીને.

જ્યારે પતિએ પત્નીના ભાઈ ને એટલેકે તેના સાડા ને કોલ કર્યો ત્યારે પોતાની બહેન વિશે આવી વાતો સાંભળી ને ભાઈ તુરંત જ પોતાની માતા સાથે બહેન ના ઘરે આવી પહોચે છે.સાસુ અને પતિ દ્વારા લગાવેલા આક્ષેપો સાંભળી ને તેનો ભાઈ પણ તેની બહેન ને વાળ પકડી ને ખૂબ જ માર મારે છે.આ સ્ત્રીઓ પોતાને નિર્દોષ સાબિત કરવા માટે અથાગ પ્રયાસો કરી રહી હતી.પણ બિચારી ની વાત કોઈ સાંભળતુજ નહતું.કોઈપણ તેની વાત માનવા તૈયાર નહોતુ. આ સ્ત્રીએ ગીતા પર હાથ રાખી ને સોગંધ પણ ખાધી કે તે નિર્દોષ છે પરંતુ કોઈએ તેની વાત પર વિશ્વાસ ના કર્યો.બધા મેં લાગતું હતું કે આ માત્ર ને માત્ર તેનોજ વાંક છે.

મિત્રો આ સ્ટોરી એટલા માટે છે કે આ સ્ટોરીના અંતમાં તમને સમજાય જશે કે ઉતાવરનું કામ એટલે શેતાન નું કામ.આ દરમિયાન પતિ એ આ સ્ત્રી ના ભાઈ ને ફોન મા આવેલા મેસેજ વંચાવ્યો અને તેની સાસુએ તેના વિશે ઘણુ ખરુખોટુ બોલ્યુ અને જાણે બળતી આગ મા ઘી નાખવા નુ કાર્ય કર્યુ. આ બધુ સાંભળી ને આ બહેન ના ભાઈ ને તેની પર અત્યંત ક્રોધ આવ્યો અને તેની બહેન ને બંદૂક ની ગોળી મારી દીધી અને તેને મૃત્યુ ના ઘાટે પહોચાડી દીધી.તો મિત્રો , કેટલુ કરૂણ છે આ દ્રશ્ય કે ફક્ત એક રોન્ગ નંબર એક હસતા ખેલતા પરિવાર ને તબાહ કરી નાખ્યો અને ત્રણ બાળકો ને અનાથ કરી દીધા.આમ બે આરોપીઓ તો પતિ અને સગો ભાઈજ છે એક વાર યુવતીને બોલવાનો ચાન્સ પણ આપ્યો નહીં.અને સમજ્યા વિચાર્યા વગર ના કરવાનું કરી નાખ્યું.

આગળ આ યુવતીના નાના ભાઈ ને આ વાત ની જાણ થઈ ત્યારે પોતાની બહેન પર અતૂટ વિશ્વાસ તેને આ વાત સત્ય માનતા રોકતો હતો.તેને તાપાસ કરતા સચ્ચાઈ જાણી હતી.તેણે પોતાના ભાઈ , ભાભી , સાસુ , માતા અને તેના પતિ ની સાથો સાથ જે અજાણ્યા નંબર પર થી કોલ આવી રહ્યો હતો તે બધા સમક્ષ પોલીસ સ્ટેશન મા F.I.R. નોંધાવી. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ કરી તો જાણવા મળ્યુ કે સ્ત્રીએ ફક્ત એક જ વાર આ વ્યક્તિ નો કોલ રીસિવ કર્યો હતો અને ત્યારબાદ આ અજાણ્યો શખ્સ જ તેણી ને કોલ કરી અને મેસેજ કરી ને પરેશાન કરી રહ્યો હતો.હવે સચ્ચાઈ સામે આવતા ભાઈ ને અન્ય લોકો મેં પણ ઘણોઅફસોસ થાઓ પરંતુ કેહવાય છે કે કે અબ પછતાયે હોત ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત.

Write A Comment